પૃષ્ઠો

Angel of Education

આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છે...રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું આ બ્લોગની મુલાકાત લીધા બાદ કોમેન્ટ બોક્ષ માં આપનો અભિપ્રાય ચોક્કસ આપવા વિનંતી **રાવત સંકેતકુમાર વિજયસિંહ** મો-9726539853

રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું

રવિવાર, 8 માર્ચ, 2015

08/03/2015

આગામી શિક્ષણ બોર્ડની પરીક્ષા સંદર્ભે કેટલાક ચોક્કસ નિતિ નિયમોનું પાલન કરાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ જારી કરાયું છે અને હાલ સ્વાઇન ફ્લુ રોગચાળા સંદર્ભે જે પરીક્ષાર્થીને શરદી-ઉધરસ હોય તેમણે ફરજીયાત માસ્ક પહેરી આવવાનું રહેશે તેમ જાહેર કર્યું છે.
ભાવનગર શહેર તથા જિલ્લામાં તા.૧૨-૩ થી ૮-૪ સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસ.એસ.સી. તેમજ એચ.એસ.સી.ની પરીક્ષાઓ નિયત કરાયેલા કુલ ૨૪૦ પરીક્ષા કેન્દ્રો પર યોજાશે. તેથી કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામુ જારી કરી ફરમાવેલ છે કે, તા.૧૨-૩ થી તા.૮-૪ સુધીમાં ધોરણ ૧૦ (એસ.એસ.સી.) માટે પરીક્ષાના દિવસો દરમિયાન સવારના ૯-૩૦ કલાકથી બપોરના ૧૩-૩૦ કલાક સુધી, ધોરણ ૧૨ (એચ.એસ.સી.) વિજ્ઞાાન પ૩વાહ માટે પરીક્ષાના દિવસો દરમિયાન બપોરના ૧૪-૩૦ કલાકથી સાંજના ૧૮-૩૦ કલાક સુધી તેમજ ધોરણ-૧૨ (એચ.એસ.સી.) સામાન્ય પ્રવાહ માટે પરીક્ષાના દિવસો દરમિયાન સવારના ૧૦ કલાકથી સાંજના ૧૮-૩૦ કલાક સુધી નિયત કરાયેલા ૨૪૦ પરીક્ષા કેન્દ્રો પર કેટલાક પ્રતિબંધો અમલમાં રહેશે જેવા કે, પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ, ફેક્સ, સ્કેનરનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ પર પ્રતિબંધ, મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ, પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન લઇ જવા પર તથા પરીક્ષા કેન્દ્રની કચેરી સિવાયના ઇન્ટરનેટના ઉપયોગ પર પ્રતિબંધ કરાયો છે.
સ્વાઇન ફ્લુ સંદર્ભે અસરકર્તા તથા ખાંસી, ઉધરસ, તાવ જેવી બિમારીથી પીડીત વ્યક્તિ તથા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા જતી વખતે માસ્ક પહેરી જવાનું રહેશે તથા પરીક્ષા કેન્દ્રના સંચાલકે આવા તમામ વિદ્યાર્થીઓએ માસ્ક પહેરેલ છે કે કેમ ? તેની ચકાસણી કરવાની રહેશે. જો વિદ્યાર્થી પાસે માસ્ક ઉપલબ્ધ ન હોય તો માસ્ક પુરા પાડવાની વ્યવસ્થા કરવાની રહેશે.
Gujarat Revenue Department 1800 New Vacancies Related Official NewsCLIK HERE


સરકારે નિમેલા ૨૬ આચાર્યોને શાળાઓ હાજર કરતી નથી
ઉમેદવારો ધક્કા ખાઇ રહ્યા છે
સ્કૂલ કમિશનરની સૂચના બાદ DEO એ જાન્યુ.માં શાળાઓને આદેશ કર્યો પણ તેનું પાલન થતું
અમદાવાદ, ગુરુવાર
ગુજરાત સરકારે HTAT નાં મેરિટમાં આવેલા લગભગ ૩૦ થી ૩૨ ઉમેદવારોને અમદાવાદની વિવિધ શાળાઓમાં નિમણૂક આપી હતી. પરંતુ હજુસુધી ૨૬ ઉમેદવારોને શાળાઓએ આચાર્યપદે નિમણૂક આપી હાજર કર્યા નથી. આવા ઉમેદવારો ડીઇઓ કચેરીમાં ધક્કા ખાઇ રહ્યા છે. ડીઈઓએ જાન્યુઆરી મહિનામાં જ આવી શાળાઓને લેખિતમાં આચાર્યોને હાજર કરવાનો આદેશ આપ્યો હતો.
ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢના એક મહિલા ઉમેદવારોની ભરતીનાં મુદ્દે તેને હાજર કરવાનું જજમેન્ટ આપ્યું હતું. જેને પગલે સ્કૂલ કમિશનરે રાજ્યનાં તમામ ડીઈઓને આદેશ કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે સરકારે નિમેલા ૭૦૦ આચાર્યોને શાળાઓમાં હાજર કરાવવાની કાર્યવાહી કરવી. જે શાળાઓએ ઉમેદવારોને હાજર નથી કર્યા તેની સામે શું પગલા લીધા તેનો રીપોર્ટ પણ મંગાવાયો હતો. જેને પગલે ડીઈઓએ પણ ૩જી જાન્યુઆરી ૨૦૧૫નાં રોજ આવી શાળાઓને આદેશ કર્યો હતો કે આપની શાળામાં પસંદ થયેલા ઉમેદવારોને ૭ દિવસમાં હાજર કરવા. નહીંતર શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.
ડીઈઓએ એવી નોંધ પણ મૂકી હતી કે જો હાઈકોર્ટની અવગણના થાય તો તેની જવાબદારી ટ્રસ્ટી મંડળની રહેશે. આવા આદેશ બાદ લગભગ ચાર થી પાંચ શાળાઓએ આચાર્યોને હાજર કર્યા હતા. જેમાં સરકારના ભરતી બોર્ડને કોર્ટમાં પડકારનારા સંચાલક નારણ પટેલે જ પોતાની શાળામાં આચાર્યને હાજર કરી દીધા હતા !!! જયારે બીજી શાળાઓમાં તે સંચાલકો તેને અનુસરતા નથી.
દરમિયાનમાં સરકારે જેની નિમણૂકો માટેનાં આદેશો કર્યા છે અને છતાં શાળા સંચાલકો તેને હાજર નથી કરતા કે સ્વીકારતા નથી એવા ૨૬ ઉમેદવારો ડીઈઓ કચેરીના ધક્કા ખાઇ રહ્યા છે. આમ છતાં હજુ આવા સંચાલકો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.http://www.gujaratsamachar.com
 એસ.એસ.સી. પરીક્ષા  ના   ઇન્ટરનલ  માર્ક  ઓનલાઈન  માટે  અહી કિલક કરો http://sscmarks.gseb.org/

 New Press note regarding swine flu



New SSC Examination Hall Ticket 2015



 








Date :04/03/2015 Rjgar Samachar clik here P D F


હાઇકોર્ટે રાજ્યમાં બે હજાર શિક્ષકોની ભરતી રદ્દ કરીને નવી મેરિટ યાદી બનાવવાનો શિક્ષણ વિભાગને આદેશ કર્યો હતો. ટીચર્સ એપ્ટીડ્યુડ ટેસ્ટ (ટાટ)ની ૨૦૧૧ અને ૨૦૧૪માં લેવાયેલી પરીક્ષાના ગુણની સરાસરીથી નિમણૂક આપવાથી વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાના મુદ્દે થયેલી પિટિશનની સુનાવણીના અંતે હાઇકોર્ટે સોમવારે ચુકાદો જાહેર કર્યો હતો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની ભરતી માટે ૨૦૧૧ અને ૨૦૧૪માં કેન્દ્રીય ધોરણે નિમણૂક માટે આશરે ૮૦ હજાર વિદ્યાર્થીઓએ ટાટની પરીક્ષા આપી હતી. ત્યારબાદ ૨૦૧૨માં શિક્ષણ વિભાગે ભરતીના નિયમો બનાવ્યા હતા તે મુજબ ૨૦૧૧ અને ૨૦૧૪માં લેવાયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓને મળેલા ગુણાંકની સરાસરી કાઢીને નિમણૂક અપાઈ હતી. આથી વિદ્યાર્થીઓએ એડ્વોકેટ વિનોદ પંડ્યા અને સુબ્રમણિયમ ઐયર મારફતે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. એક્ટિંગ ચીફ જસ્ટિસ વી. એમ. સહાય અને જસ્ટિસ આર. પી. ઢોલરીયાની ખંડપીઠે નોંધ્યું હતું કે, ૨૦૧૧માં મેળવેલા ગુણાંકની સરાસરીથી આપેલી નિમણૂકો ૨૦૧૨ના જાહેરનામા પહેલાની હોવાથી તે ગેરકાયદે કહેવાય અને આથી રદ્દ થવાને પાત્ર છે. એડ્વોકેટ વિનોદ પંડ્યાએ જણાવ્યું કે, હાઇકોર્ટના હુકમના કારણે હાલના ૧૨૦૦ મળીને કુલ બે હજાર શિક્ષકોને આ અસર થશે.

ગુરુવાર, 5 માર્ચ, 2015

sanket.v.r

મારી શાળાની ઉડતી નજરે એક જલક

My Blogger TricksAll Blogger TricksTechtunes
Blogger Tricks