*******પ્રેરક લેખ******
- તમે કોની સામે રડી શકો છો?
- દરેક પ્રેમની એક બુનિયાદ હોય છે
- ફાધર પણ આખરે એક માણસ છે
- ગમે એવો છે, મારીસાથે સારો છે ને!
- કડવાશ હશે ત્યાં સુધી હળવાશ નહીં આવે!
- માણસાઇ સમય આવ્યે મપાઇ જતી હોય છે
- સમય પૂછતો રહે છે કે તું કેટલું જીવ્યો?
- દરેક માણસનું પોતાનું એકાંત હોવું જોઈએ
- દરેક સલાહ સાચી હોય એ જરાયે જરૂરી નથી
- કેટલાંક મૌન 'સાઇલન્ટ કિલર' જેવાં હોય છે
- મારાથી એ વાત ભુલાતી જ નથી
- મારી વ્યક્તિ મને જ પ્રેમ કરતી હોવી જોઇએ
- આ સૃષ્ટિમાં એક જ વસ્તુકાયમી છે, પરિવર્તન
- તમારા સિવાય તમને કોઇ સુખીકરી શકે નહીં
- તમારી નમ્રતાનો કોણ ફાયદો ઉઠાવે છે?
- લાઇફને આખરે કેટલી સિરિયસલી લેવી જોઇએ
- તમને તમારી પોતાની કેટલી કદર છે?
- તમારી ખૂબીના માલિક બનો, ગુલામ નહીં
- જિંદગીને ક્યારેક થોડીક છુટ્ટી પણમૂકી દો
પ્રેરક પ્રસંગ
*****અનુભવ પણ શીખવી જાય છે*****
કાર બેફામ ચલાવતો એક યુવાન ટ્રાફિક પોલીસની પણ ચિંતા ન કરે. રોકે તો દંડ ભરી દે. એક દિવસ એક ટ્રાફિક પોલીસે તેને રોક્યો નહી.આશ્ચર્ય થયું.બીજા દિવસે પણ પોલીસે તેને ન રોક્યો.આમ ત્રીજા દિવસે પણ એમ જ બન્યું.તે રીવર્સમાં ગાડી લઇ પાસે ગયો અને કહ્યું કે રસીદ આપો અને દંડ લઇ લો....પોલીસે નોટબુક કાઢી થોડુક લખ્યું અને તેને આપી જતો રહ્યો....પોલીસે રસીદને બદલે એક પત્ર લખેલો .તેમાં લખ્યું હતું કે,'મારી લાડકી દીકરી આ જ રીતે બેફામ ડ્રાઈવિન્ગનો ભોગ બની છે. ચાલકને સજા થઇ,,દંડ થયો,,પણ મને આખી જિંદગી વિદાયનું દુખ મળ્યું......'પત્ર વાચી યુવાન ધ્રુજી ઉઠ્યો ,,ઘેર ગયો...પુત્રીને વ્હાલ કર્યું. અને ત્યારથી કારની સ્પીડ ધીમી થઇ ગઈ..અનુભવે શીખ આપી....
દીકરી નો ભાર
અમદાવાદમાં સરદાર વલ્લભભાઇ પટેલની
સ્મૃતિમાં સરદાર મેમોરીયલ બનાવેલું છે. એક વૃધ્ધ સ્ત્રી આ મેમોરીયલની મુલાકાતે રોજ આવતી હતી. મેમોરીયલમાં
આવવું એ એનો નિત્યક્રમ
હતો. સવારે એક ઓટોરિક્ષામાં બેસીને આવે. થોડો સમય મેમોરીયલમાં રોકાય અને બીજી રીક્ષામાં બેસીને જતા રહે.
એકદિવસ એ વૃધ્ધા સરદાર મેમોરીયલમાંથી બહાર નીકળી. રોજ રીક્ષામાં બેસીને ઘેર જતી એ વૃધ્ધા આજે ચાલવા લાગી. એક રીક્ષાવાળાએ આ વાતની નોંધ લીધી કે આ માજી રોજ રીક્ષામાં જાય છે આજે કેમ ચાલતા ચાલતા જાય છે. એ રિક્ષા લઇને પેલા માજી પાસે પહોંચ્યો અને કહ્યુ , " માડી બેસી જાવ રિક્ષામાં. ક્યાં જવું છે તમારે ? "
માજીએ રીક્ષાવાળાની સામે જોઇને કહ્યુ , " ભાઇ રીક્ષામાં બેસવું તો છે પણ તને ભાડું ચુકવવાના પૈસા નથી મારી પાસે. "
રીક્ષાવાળાએ કહ્યુ , " માજી આવી પરિસ્થિતી છે તો પછી અહિંયા રોજ શું આવો છો ? અહીંયા એવુ તે શું છે કે તમે રોજ પહોંચી જાવ છો ? "
માજીએ સહેજ સ્મિત સાથે કહ્યુ , " હું મારા બાપને મળવા માટે આવું છું રોજ."
રીક્ષાવાળાએ કહ્યુ , " તમે શું કહો છો તે કંઇ સમજાતું નથી. "
પેલી વૃધ્ધ સ્ત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યુ , " અરે મારા ભાઇ , હું સરદાર વલ્લભભાઇ પટેલની દિકરી મણીબેન છું. "
પેલો રીક્ષાવાળો તો ભારતના એકવખતના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન રહી ચુકેલા હિંદના સરદારની દિકરીની આવી દશા જોઇને ચોંકી ઉઠ્યો.
મિત્રો, થોડો વિચાર કરવાની જરુર છે કે રાષ્ટ્ર માટે નિષ્ઠા અને વફાદારીથી કામ કરતા લોકો અને એના પરિવાર પ્રત્યે રાષ્ટ્રના નાગરીક તરીકે આપણી કોઇ ફરજ ખરી ?

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો