ગાંધીનગર તા.૨૫ : વિદ્યા સહાયક ભરતીમાં લાંબા સમયથી પી.ટી.સી. પાસ
મેદવારોને તક આપવાની રજૂઆતને ધ્યાને લઇને રાજ્ય સરકારે ચાલુ વર્ષે
પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી પ માટે પી.ટી.સી.ની શૈક્ષણિક લાયકાત ધરાવતા
TET પાસ થયેલા ર૦૦૦ વિદ્યા સહાયકોની નિમણૂંક આપવાનો નિર્ણય કર્યો છે, તેમ
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી
નાનુભાઈ વાનાણીએ જણાવ્યું હતું. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉચ્ચ
પ્રાથમિક વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યા સહાયકની નિમણૂંક કરવામાં આવે
છે. પી.ટી.સી. અને TET પાસ મેદવારોની વિદ્યા સહાયક તરીકેની નિમણૂંકો વધુ
ખાલી જગ્યાવાળા તાલુકાઓમાં કરવામાં આવશે. જેની ટૂંક સમયમાં જાહેરાત આપીને
નિમણૂંકની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સ્ત્રોત : અકિલા ન્યુઝ
CCC /CCC+ EXAM Priptr PDF clik here
સ્ત્રોત : અકિલા ન્યુઝ
CCC /CCC+ EXAM Priptr PDF clik here
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો