પૃષ્ઠો

Angel of Education

આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છે...રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું આ બ્લોગની મુલાકાત લીધા બાદ કોમેન્ટ બોક્ષ માં આપનો અભિપ્રાય ચોક્કસ આપવા વિનંતી **રાવત સંકેતકુમાર વિજયસિંહ** મો-9726539853

રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું

બુધવાર, 29 જાન્યુઆરી, 2014

ધો. ૧થીપમાં ઘટ ધરાવતા તાલુકામાં બે હજાર શિક્ષકની ભરતી કરાશે

હાયર મેસેજ જાન્યુઆરી 2014 પી.ડી.એફ. CLIK HERE

તારીખ : ૨૨ /૧/૨૦૧૪ નું રોજગાર સમાચાર [પી.ડી.એફ]

વિદ્યાસહાયકોની ૧૦ વર્ષ સુધી બદલી નહિ‌
ધો. ૧થીપમાં ઘટ ધરાવતા તાલુકામાં બે હજાર શિક્ષકની ભરતી કરાશે


રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત વધુ હોય તેવા તાલુકાઓમાં ધોરણ ૧થી પ માટે વધુ ૨ હજાર વિદ્યાસહાયકોની ખાસ ભરતી કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, પરંતુ આ જગ્યા પર નોકરી મેળવનારા ઉમેદવારને એક જ સ્થળે નોકરી કરવા અંગે સરકાર ૧૦ વર્ષના બોન્ડ લખાવશે. વિદ્યાસહાયકની નિમણૂકમાં પ્રથમવાર આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યનાં અંતરિયાળ ગામોની શાળામાં શિક્ષકો ટકતા નહીં હોવાથી હવેની ભરતીમાં આ નિયમ અમલી બનાવાશે. રાજ્યના ઘણા તાલુકાઓમાં હજુ પણ શિક્ષકોની ભારે અછત છે, જેના પગલે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડીને વધુ ૨ હજાર શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ આ વખતે શિક્ષકોને બાંધી રાખવા માટે પણ આકરી શરતો મૂકવામાં આવી છે. જોકે સરકારી સૂત્રો એવું કહી રહ્યાં છે કે, અંતરિયાળ ગામોનાં બાળકોના શિક્ષણ પર અસર ન પડે અને શિક્ષકોની અછત ન વર્તાય તે હેતુથી આવી શરતો મૂકવામાં આવી છે અને આ શરતોને આધીન જ આ બે હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
કોર્ટના આદેશને આધીન ભરતી કરાશે
 વિદ્યાસહાયકોની નિમણૂકમાં અત્યાર સુધી એવી શરત હતી કે, તેઓની પાંચ વર્ષ સુધી અન્ય જિલ્લામાં બદલી થઈ શકતી નથી. ત્રણ વર્ષ બાદ તેઓને અન્ય તાલુકામાં બદલીની મંજૂરી મળે છે, જેથી શિક્ષકો પ્રથમ તો અંતરિયાળ ગામોમાં પણ નોકરી મેળવી લે છે અને ત્રણ વર્ષ પછી બદલી કરાવીને અન્ય નજીકના તાલુકામાં જતા રહે છે, જેથી અંતરિયાળ ગામોમાં જગ્યા ખાલી જ રહે છે. નવી શરત પ્રમાણે ખાસ કિસ્સામાં ભરતી થનારા શિક્ષકોને એક જ સ્થળે દસ વર્ષ સુધી નોકરી કરવાની રહેશે.

 ખાસ કિસ્સામાં બે હજાર વિદ્યાસહાયકની ભરતી માટેનો નિર્ણય લેવાયો છે. તેમની ભરતી મામલે હાલ હાઈ કોર્ટમાં કેસ ચાલે છે, જેથી ભરતી પ્રક્રિયા કોર્ટના આદેશને આધીન રહીને શરૂ કરાશે. ખાસ કિસ્સામાં બોન્ડ લખાવવાની પણ જોગવાઈ છે
 -બી.કે.ત્રિવેદી, નાયબ નિયામક, પ્રાથમિક શિક્ષણ



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

sanket.v.r

મારી શાળાની ઉડતી નજરે એક જલક

My Blogger TricksAll Blogger TricksTechtunes
Blogger Tricks