પૃષ્ઠો

Angel of Education

આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છે...રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું આ બ્લોગની મુલાકાત લીધા બાદ કોમેન્ટ બોક્ષ માં આપનો અભિપ્રાય ચોક્કસ આપવા વિનંતી **રાવત સંકેતકુમાર વિજયસિંહ** મો-9726539853

રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું

સોમવાર, 6 જાન્યુઆરી, 2014

હવે CCC પાસ કરે એને જ બઢતી

પહેલા બઢતી પછી પરીક્ષા નહિ, હવે CCC પાસ કરે એને જ બઢતી ગુજરાત સરકારના અધિકારીઓ-કર્મચારીઓ જોગ પરિપત્ર : પરીક્ષા બાકી હોય તેવા પપ વર્ષ સુધીના કર્મચારીઓ પરીક્ષા આપી દયે ગાંધીનગર : ગુજરાત સરકારે સરકારી અધિકારીઓ, કર્મચારીઓને બઢતી આપ્યા પછી સી.સી.સી. પરીક્ષા પાસ કરવા છુટ આપેલ તેમાં ફેરફાર કર્યો છે. હવે રાજય સરકારના નોકરીયાતો કોમ્પ્યુટર જ્ઞાનથી આ પરીક્ષા પાસ કરે પછી જ બઢતી કે ઉચ્ચ પગારનો લાભ મળશે. સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ દેવી પંડયાની સહીથી આ અંગે તા. ૧૧-૧૧-ર૦૧૩ના રોજ પરિપત્ર ક્રમાંક પરચ-૧૦ર૦૦પ-૧પ૩ર-ક પ્રસિદ્ધ થયો છે. પરિપત્રમાં જણાવાયું છે કે જે અધિકારી/કર્મચારીઓને CCC/ CCC+ પરીક્ષા પાસ કરવાની શરતે બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મળેલ છે અને જમેણે હજી CCC/ CCC+ પરીક્ષા પાસ કરવાની બાકી છે, તેવા અધિકારી/કર્મચારીઓએ (૧) તેમની નિવૃત્તિ તારીખ સુધીમાં અથવા (ર) તા. ૩૧-૧ર-ર૦૧૩ સુધીમાં, એ બે પૈકી જે વહેલુ હોય ત્યાં સુધીમાં આ પરીક્ષા અચૂક પાસ કરી લેવાની રહેશે અન્યથા તેમને આપવામાં આવેલ બઢતી/ઉચ્ચતર પગાર ધોરણનો લાભ પરત લેવામાં આવશે. તા. ૧-૭-ર૦૧૩ના રોજથી જેમણે CCC/ CCC+ પરીક્ષા પાસ કરી હોય માત્ર તેવા જ અધિકારી/કર્મચારીઓના કેસમાં બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા વિચારણા કરવાની રહેશે અને જે અધિકારી/કર્મચારીઓએ કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત પરીક્ષા પાસ કરી નહીં હોય તેમને બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર રહેશે નહીં. હવે બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત CCC/ CCC+ ની પરીક્ષા પાસ કરેલ હોવી એ પૂર્વશરત/લાયકાત છે. જે અધિકારી/કર્મચારીઓને CCC/ CCC+ પરીક્ષા પાસ કરવાની શરતે બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મળેલ છે અને જમેણે હજી CCC/ CCC+ પરીક્ષા પાસ કરવાની બાકી છે તથા જેઓએ પંચાવન વર્ષ પૂર્ણ કરેલ નથી તેવા અધિકારી/કર્મચારીઓએ તા. ૩૧-૧ર-ર૦૧૩ સુધીમાં આ પરીક્ષા અચૂક પાસ કરી લેવાની થતી હોઇ તેઓ આ બાબતે સરદાર પટેલ રાજય વહીવટ સંસ્થા, અમદાવાદ અને તે સંચાલિત પ્રાદેશિક કેન્દ્રોનો સંપર્ક કરી સ્પીપા દ્વારા આયોજીત CCC/ CCC+ ની પરીક્ષામાં ઉપસ્થિત રહી શકે છે. આ કર્મચારીઓ પૈકી જે કર્મચારીઓ CCCની પરીક્ષા પાસ કરવાની બાકી છે તેઓ પણ ઠરાવની જોગવાઇઓને ધ્યાને લેતા CCC. ને બદલે CCC+ની પરીક્ષા આપી શકે છે. તેમ પરિપત્રમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

sanket.v.r

મારી શાળાની ઉડતી નજરે એક જલક

My Blogger TricksAll Blogger TricksTechtunes
Blogger Tricks