પૃષ્ઠો

Angel of Education

આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છે...રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું આ બ્લોગની મુલાકાત લીધા બાદ કોમેન્ટ બોક્ષ માં આપનો અભિપ્રાય ચોક્કસ આપવા વિનંતી **રાવત સંકેતકુમાર વિજયસિંહ** મો-9726539853

રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું

બુધવાર, 5 ફેબ્રુઆરી, 2014

તારીખ : ૦૫- ૦૨- ૨૦૧૪ રોજગાર સમાચાર [પી.ડી.એફ.]

તારીખ : ૦૫- ૦૨- ૨૦૧૪  રોજગાર સમાચાર [પી.ડી.એફ.]

Downloadpdf (536 KB)


આ પગલે કેન્દ્ર સરકાર દ્વારા સાતમા પગારપંચની રચના કરવામાં આવી છે. આ પંચ દ્વારા કેન્દ્રનાં ૫૦ લાખ કર્મચારીઓનાં વેતનમાં વધારો અને સુધારો કરવા માટે ભલામણો કરવામાં આવશે. સાતમા પગારપંચની રચનાને વડા પ્રધાન મનમોહનસિંહ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનાં ભૂતપૂર્વ જજ અશોક કુમાર માથુરની આ પંચનાં વડા તરીકે નિમણૂક કરાઈ છે.
ઓઈલ સેક્રેટરી વિવેક રાય પગારપંચનાં ફુલટાઈમ મેમ્બર રહેશે જ્યારે રથિન રોય પાર્ટ ટાઈમ મેમ્બર રહેશે. મીના અગ્રવાલ પંચનાં સેક્રેટરી તરીકે કામકાજ સંભાળશે. અગાઉ સપ્ટેમ્બર ૨૦૧૩માં વડા પ્રધાન દ્વારા સાતમા પગાર પંચની રચના કરવાની દરખાસ્તને પરવાનગી આપવામાં આવી હતી. પંચે બે વર્ષમાં તેની ભલામણો કેન્દ્ર સરકારને મોકલી આપવાની રહેશે, જેનો અમલ ૧ જાન્યુઆરી ૨૦૧૬થી કરવામાં આવશે. 
================================================
 નવી દિલ્‍હી તા.પ : કેન્‍દ્રની યુપીએ સરકારે કર્મચારી વર્ગના સહારે ચૂંટણી જંગ જીતવા તૈયારી કરી હોવાનુ જાણવા મળે છે. સાતમાં પગાર પંચની રચના, આવતા મહિને ડીએની જાહેરાત કરવા ઉપરાંત હવે સરકાર અઢી કરોડ જેટલા કેન્‍દ્રીય કર્મચારીઓ અને પેન્‍શનરો અને તેમના પરિવારજનોના મતો કબજા કરવા માટે મુળ પગારમાં પ૦ ટકા ડીએ મર્જ કરવા જઇ રહી છે. આ અંગેનો નિર્ણય ટુંક સમયમાં લેવામાં આવશે. સરકાર આનાથી ૩૮ લાખ કર્મચારીઓ અને રપ લાખ પેન્‍શનરોને બખ્‍ખા થઇ જશે.
   કેન્‍દ્ર સરકાર પ૦ ટકા ડીએ મર્જ કરવાનો નિર્ણય ટુંક સમયમાં લેશે. જો સરકાર આ નિર્ણય લ્‍યે તો સરકારી તિજોરી ઉપર રૂ.ર૦,૦૦૦ કરોડનો બોજો પડશે.
   કેન્‍દ્રના કર્મચારીઓ તથા રેલ્‍વેના યુનિયનનું સરકાર ઉપર આ બાબતે ભારે દબાણ છે. કેન્‍દ્ર સરકારના કર્મચારીઓએ વિવિધ માંગણીઓના સંદર્ભમાં અનિヘતિ મુદ્દતની હડતાલની ધમકી પણ આપી છે. સરકાર પણ કર્મચારીવર્ગને રાજી કરવા અને રાા કરોડ મતો કબ્‍જે કરવા સાબદી થઇ છે.  સેક્રેટરી જનરલ એ.આઇ.આર.એફ.ના શિવા ગોપાલ મિશ્રા કે જેઓ ૧ર લાખ કર્મચારીઓનું પ્રતિનિધિત્‍વ કરી રહ્યા છે તેઓએ જણાવ્‍યુ છે કે મેં આ બાબતે પીએમઓ અને નાણા મંત્રાલય સાથે પત્ર વ્‍યવહાર કર્યો છે. હું ખર્ચ સચિવને પણ મળ્‍યો છું.
   એવા નિર્દેશો મળે છે કે પ૦ ટકા ડીએ મર્જ કરવાનો નિર્ણય સંસદમાં વોટ ઓન એકાઉન્‍ટ પછી તરત જ જાહેર કરવામાં આવશે. રેલ્‍વે યુનિયનના પ્રેસ સેક્રેટરી એસ.એન.મલિકે જણાવ્‍યુ છે કે, ટુંક સમયમાં આ અંગેની કેબીનેટ નોટ પણ આવશે. હાલ આ અંગેની ફાઇલ પીએમઓમાં નિર્ણય લેવા ઉપર છે. તેઓ કહે છે કે આવતા સપ્‍તાહે જાહેર થવાની સંભાવના છે. જો પ૦ ટકા ડીએ મર્જ કરી દેવામાં આવે તો કર્મચારીવર્ગને જલ્‍સા થઇ જશે. તેઓના વિવિધ ભથ્‍થાઓ પણ વધી જશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

sanket.v.r

મારી શાળાની ઉડતી નજરે એક જલક

My Blogger TricksAll Blogger TricksTechtunes
Blogger Tricks