પૃષ્ઠો

Angel of Education

આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છે...રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું આ બ્લોગની મુલાકાત લીધા બાદ કોમેન્ટ બોક્ષ માં આપનો અભિપ્રાય ચોક્કસ આપવા વિનંતી **રાવત સંકેતકુમાર વિજયસિંહ** મો-9726539853

રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું

સોમવાર, 30 નવેમ્બર, 2015

new

ગાંધીનગર, તા.૨૮: સાતમા પગાર પંચને અમલી બનાવવાની હિલચાલ ચાલી રહી છે ત્‍યારે નિષ્‍ણાંતોનો અભિપ્રાય છે કે જો પંચની ભલામણોને સ્‍વિકારી લેવામાં આવશે તો ગુજરાતની તિજોરી ઉપર કરોડોનો બોજ આવશે. ર્વાષિક ૩૭૦૦ કરોડનો વધારાનો બોજ પડશે. ર્આથિક ભારણને પહોંચી વળવા માટે નવા કરવેરા ઝિંકવા પડે તેવી પણ શક્‍યતા છે.ગુજરાત સરકારે કેન્‍દ્ર સરકારને અનુસરવાની પ્રથા સ્‍વીકારી હોવાથી ટૂંક સમયમાં ગુજરાત સરકાર પણ તેના અમલીકરણની જાહેરાત કરી શકે છે. કેન્‍દ્રમાં આખરી કાર્યવાહી શરૂ થયા પછી ગુજરાત સરકાર તેને અનુસરે તેવી શક્‍યતા છે. ગુજરાત સરકારના નાણાં વિભાગના સૂત્રના જણાવ્‍યા મુજબ સરકારી કર્મચારીઓના પગારમાં ૩૫ ટકા જેટલો વધારો થશે, જેથી ગુજરાત સરકારના બજેટ પર પણ ભારણ વધશે. હાલમાં ગુજરાતમાં લગભગ રૂપિયા ૧૭૫૦૦ કરોડનો ખર્ચ પ્રતિવર્ષ પગાર માટે થાય છે. સાતમાં પગારપંચ મુજબના પગારના ખર્ચમાં પેન્‍શનરોને અપાતા પેન્‍શનરની ગણતરી કરવામાં આવે તો રાય સરકાર પર ર્વાષિક ૩૭૦૦ કરોડનો ખર્ચ વધવાનો અંદાજ નીકળે છે, જેથી હજારો કરોડનો બોજ રાય સરકારની તિજોરી પર વધશે, હાલમાં પેન્‍શન ખર્ચ ૨૫ હજાર કરોડ છે. વર્ષ ૨૦૧૬-૧૭ના બજેટમાં સાતમાં પગારપંચના સૂચિત વધારાના કારણે થનારા ખર્ચની જોગવાઈ કરવાની અત્‍યારથી તૈયારી શરૂ થઇ ગઇ હોવાનું જાણળા મળે છે. જો સાતમાં પગારપંચની ભલામણો સ્‍વીકારવામાં વિલંબ થાય, તો સરકારની તિજોરી પર એરિયર્સનો એકી સાથે બોજ આવી શકેછે, જે પરિસ્‍થિતિ નિવારવા સાતમાં પગારપંચની ભલામણોને માન્‍ય રાખીને કેન્‍દ્ર સરકાર લાગૂ કરે કે તરત જ તેને ગુજરાતમાં પણ લાગૂ કરી દેવાની તૈયારીઓ થઇ રહી હોવાનું સૂત્રો જણાવે છે. રાજ્‍ય સરકાર માટે આ વધારાનો બોજ વહન કરવા વધારાની આવક મેળવવાના કયા પગલા લેવા, તે પડકારરુપ બનવાનું છે. એક તરફ ગુજરાત વિધાનસબાની ચૂંટણીઓ વર્ષ ૨૦૧૭માં આવી રહી છે, ત્‍યારે ટેક્‍સમાં વધારો કરવો એ રાજકીય ગણતરીએ યોગ્‍ય નહીં હોય, તો બીજી તરફ વધારાનો ખર્ચ ખાદ્ય ઉભી કરે, તો પણ રાજ્‍યના અર્થતંત્ર માટે યોગ્‍ય નહીં ગણાતા જો કે, જીએસટી પંચ થઇ જાય, તો પણ રાજ્‍ય સરકાર માટે આવકના નવા સાધનો ઉભા કરવા પડકારરુપ હશે, તેવામાં આવતા વર્ષે રાજ્‍ય સરકાર અને નાણામંત્રી કેવા પગલા ભરે છે તે જોવાનું રહે છે. http://www.akilanews.com
RMSA Maths Science Talim Date changed 20/4/2016 to 29/4/2016


 


 SVS meeting VADODRAclik here
page-2 clikere
RMSA અંતર્ગત ગણિત અને વિજ્ઞાન વિષયના આર.પી. તજજ્ઞ તરીકે તાલીમ આપવા મોકલવા બાબત surat p d f clk here

 જીલ્લા કક્ષાની વિજ્ઞાન અને ગણિત વિષયના શિક્ષકની તાલીમમાં કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવવા બાબતે...P D F CLIK HERE
 મધ્યસ્થ મૂલ્યાંકન માટે સંમતી આપવા બાબતCLIK HERE P D F

મતદાર નોંધણી કાર્યક્રમ CLIK HERE SURAT P D F 



ઘો ૧૦ અને ઘો ૧૨ ( સામાન્ય પ્રવાહ)નાં આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ બાબતે

ધોરણ-૧૦ : આવેદનપત્રમાં સુધારાની તારીખ ૮મી રહેશે
ધોરણ-૧૨માં આવેદનપત્રની અંતિમ તારીખ ૧૧મી : ઓનલાઈન સુધારા માટે કોઈપણ પ્રકારની લેટ ફી લાગશે નહીં : ફોર્મ ભરાઈ જશે તે મુજબની જ ફી લેવામાં આવશે

   ­અમદાવાદ, તા.૧૬,ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તમામ શાળાઓને માર્ચ ૨૦૧૬ની બોર્ડની પરીક્ષાના આવેદન પત્રમાં ઓનલાઈન સુધારા કરવા માટેની અંતિમ તારીખ અંગે માહિતી આપી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ધોરણ-૧૦ના આવેદન પત્રમાં સુધારા કરવાની તથા લેટ ફી સાથે આવેદન પત્ર ભરવાની અંતિમ તારીખ આઠમી ડિસેમ્‍બર રહેશે જ્‍યારે ધોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહના આવેદનપત્રમાં સુધારા કરવાની તથા લેટ ફી સાથે આવેદન પત્ર ભરવાની અંતિમ તારીખ ૧૧મી ડિસેમ્‍બર રહેશે. પરીક્ષાના આવેદનપત્રોમાં સુધારા કરવા માટે આચાર્યોની મંજુરીનું ટિક માર્ક કાઢી નાંખીને સુધારા કરી શકાશે. ત્‍યારબાદ ફરીથી આચાર્યોની મંજુરીનું ટિક માર્ક કરી દેવાનું રહેશે. જો પ્રિન્‍સીપાલની મંજુરીનું ટિક માર્ક રહેશે નહીં તો આવેદન પત્રો બોર્ડ દ્વારા સ્‍વિકારવામાં આવશે નહીં.
   લેટ ફી તથા લેટ ફી સમયગાળાની વાત કરવામાં આવે તો સ્‍લેબ-૧માં લેટ ફી ૨૫૦ રૂપિયા રહેશે અને ધોરણ-૧૦માં આ ગાળો નવમી નવેમ્‍બરથી ૧૮મી નવેમ્‍બર વચ્‍ચેનો રહેશે. બોર્ડ દ્વારા અંતિમ તારીખ બાદ કોઈપણ પ્રકારના સુધારાને સ્‍વિકારવામાં આવશે નહીં. બોર્ડ દ્વારા જણાવાયું છે કે આવેદનપત્રોમાં કોઈપણ પ્રકારના સુધારાઓ નક્કી કરવામાં આવેલી તારીખોના ગાળામાં જ કરી શકાશે. અત્રે નોંધનીય છે કે, શાળાઓ દ્વારા ભરવામાં આવતા ચલણની એન્‍ટ્રી બોર્ડ દ્વારા બેંક સાથે ચકાસવામાં આવે છે. ભરવામાં આવેલી રકમ બાદ અંતિમ તારીખ સુધી બાકી રહેતી ચલણની એન્‍ટ્રી કરી શકાશે. બોર્ડની તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે. ઓનલાઈન સુધારા માટે કોઈપણ પ્રકારની લેટ ફી લાગશે નહીં. જે તારીખે ફોર્મ ભરાયું હશે તે મુજબની જ ફી લાગશે. પરંતુ અંતિમ તારીખ બાદ કોઈપણ પ્રકારના સુધારાઓ સ્‍વિકારાશે નહીં.
સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ બાબત.CLIK HERE P D F
RMSAઅંતર્ગત ગણિત અને વિજ્ઞાન વિષયના આર. પી.ઓને તાલીમ માટે મોકલવા બાબત clik here p d f

ઉચ્તર માધ્યમિક શાળાઓમાં ગ્રંથપાલ ની ખાલી જગ્યાઓ ભરવા બાબતCLIK HERE P D F

વર્ષ ૨૦૧૪-૧૫ નું ગ્રાન્ટ એસેસમેન્ટ P D F CLIK HERE


New Affidavite for Private student


તા.૦૧-૦૭-૨૦૧૫ થી મોંઘવારી ભથ્થાના દરમાં સુધારણા (પાંચમા પગાર પંચ સંદર્ભ) 23 - 10- 2015  no new  GR P D F CLIK HERE P D F

સજીવ સૃષ્ટિ

સજીવ સૃષ્ટિ

મિત્રો 

આ વિભાગમાં પ્રકૃતિ અને પ્રાણી જગત વિશે માહિતી આપવામાં આવી છે.જે દરેક વાંચક ને ઉપયોગી નીવડશે



અજબ ગજબ

અજબ ગજબ

મિત્રો 

આ વિભાગમાં અલગ અલગ વિષયને ધ્યાન માં રાખી અવ નવું જાણવાનું મળે તેવી માહિતી મુકવામાં આવી છે 

એફિલ ટાવરની અજાણી વાતો

એફિલ ટાવરની અજાણી વાતો

જગતમાં આકાશને આંબી જતા બાંધકામો અનેક થયા છે,પણ ઘણા વર્ષ થયે અડીખમ ઉભેલા એફિલ ટાવરની ભવ્યતા સામે એકેય બાંધકામ નો ક્લાસ નથી.એફીલના મિનારાને જોયા પછી ભલભલા કુશળ ઇજનેરો તેની અફલાતુન રચના પર આફ્રીન થઇ જાય છે.પેરિસના લોકો આજે પણ પેરિસને આ મહામુલી ભેટ આપનાર ગુસ્તાવ એફિલ ને હજુ પણ ભૂલ્યા નથી.કેમ કે તેને બાંધેલા આ ટાવર થી જ આખા વિશ્વમાં પેરીસ નું નામ ગુંજતું થયું છે.આજેય પેરીસનું નામ પડે ત્યારે પહેલા  એફિલ ટાવર જ યાદ આવે છે.
એફિલ ટાવર વિષે અહી થોડી અજાણી માહિતી આપવામાં આવી છે જે આપને ઉપયોગી થશે.

Image result for gustave eiffel

ગુસ્તાવ એફિલ

1-પેરીશના રહેવાસીઓ લંડન ને બદલે પોતાના શહેર ને આખા વિશ્વમાં મોખરાનું સ્થાન મળે તે માટે તેમણે વિશ્વ મેળાનું આયોજન કર્યું અને આ મેળામાં બધાને આકર્ષી શકે તેવું કઈક નવીન બાંધકામ કરવાનું નક્કી કર્યું. અને આ બાંધકામ ને 20 વર્ષ બાદ નાબુદ કરવાનું હતું
2- કેવા પ્રકારનું બાંધકામ કરવું તે કોઈને સુજતુ નહોતું ત્યારે ફ્રાન્સના બાહોશ  એન્જીનીયર ને આ કામ સોપવામાં આવ્યું જેનું નામ ગુસ્તાવ એફિલ હતું.ગુસ્તાવ એફિલ તે સમયે ખુબ જ ખ્યાતી પ્રાપ્ત એન્જીનીયર ગણાતો હતો 
3-તેને દિવસો સુધી વિચાર્યા બાદ કાગળો પર ઘણા આલેખનો કાર્ય અને અંતે તે એક ભવ્ય મિનારા ની ડિજાઇન પર આવ્યો અને તેને સરકાર ને આ ડીઝાઈન બતાવી ત્યારે સરકારને આ ડીઝાઈન ખુબ જ પસંદ પડી અને તરત જ બાંધકામ માટે ભંડોળ આપી દીધું 

Image result for eiffel tower


4-મિનારાનું બાંધકામ ગુસ્તોવે 1887 માં શરુ કરાવી દીધું જે માટે તેણે 40 ઇજનેરો તથા 250 જેટલા કારીગરોને કામે લગાડ્યા
5-ડીઝાઈન ને આધારે ધીમે ધીમે મિનારો તેનો સચોટ આકાર લેવા માંડ્યો,જેમ ચણતર આગળ વધ્યું તેમ ગુસ્તાવ તેમાં ફેરફાર પણ કરાવતો ગયો 14 મહિનાના સખત પરિશ્રમ બાદ એ ટાવરના ફક્ત ચાર પાયા માંડ તૈયાર કરાવી શક્યો 

Image result for eiffel tower

Image result for eiffel tower


6-આ પાયા જોકે નાના સુના ના હતા.સીન નદીના કિનારે 168000 ચોરસ ફીટમાં તે ફેલાયેલા હતા.પોલાદના 15000 બીમ ને કુલ 25 લાખ નટ બોલ્ટ વડે એક બીજા સાથે ફીટ કરવામાં આવ્યા હતા.
7-એક વર્ષની મહેનત બાદ મિનારો માત્ર 187 ફીટ જ ઉંચો બન્યો હતો જે 984 ફીટ ઉંચો બનાવવાનો ગુસ્તાવનો પ્લાન હતો.

Image result for eiffel tower


8-મિનારો 400 મીટરના લેવલે પહોંચ્યો ત્યારે ગુસ્તાવને થયું કે મુલાકાતી પર્યટકો અને પગથીયા ચડીને થાક્યા બાદ આરામ કરી શકે એ માટે મિનારાની બરાબર અધવચ્ચે ખની પીણીની હોટેલ નો બંદોબસ્ત હોવો જોઈએ.એક સાથે 110 લોકો આરામ થી બેસી ભોજન લઇ શકે એવડી મોટી હોટેલ બનાવવાનો પ્લાન તેણે કર્યો
9-અહી 400 ફીટના લેવલે શાંત વાતાવરણ માં દિવસે આખું શહેર અને મોદી સાંજે આખા શહેરની દીવાબતી નજરે ચડતી હોય તેવા વાતાવરણ માં ભોજન લેવાનો એક અનોખો આનંદ હોય છે.
10-આખરે 2 વર્ષ,2 માસ અને 2 દિવસ પછી એટલે કે 1889 માં આ મિનારાનું બાંધકામ પૂરું થયું. મિનારા માટે 7340 ટન પોલાદ વાપરણું હતું.જમીન થી તેની ટોચ હવે 984 ફીટના લેવલે હતી.તે ટોચ સુધી પહોંચવા માટે કુલ 1792 પગથીયા હતા.

Image result for eiffel tower


11-મે,1889 માં 21 તોપો ની સલામી સાથે આ ટાવર નું ઉદઘાટન કરવામાં આવ્યું.મિનારાની ટોચ પર ફ્રાન્સ નો રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવ્યો.ફ્રેન્સ સરકારે ગુસ્તાવ ની લગન અને મહેનત ને જોઇને આ ટાવર નું નામ એફિલ ટાવર રાખ્યું
12-જગત ભાર ના લોકો મેળા કરતા તો આ ટાવરની મુલાકાત માટે ફ્રાન્સ આવવા લાગ્યા.શરૂઆત ના 8 જ મહિનામાં લગભગ 20 લાખ લોકો એ એફિલ ટાવર ની મુલાકાત લીધી.પરિણામે ટાવર ને જોવાની ટીકીટો નું એટલું બધું વેચાણ થયું કે જોત જોતામાં બાંધકામ નો ખર્ચ વસુલ થઇ ગયો 
13-દર વર્ષે લાખો પ્રવાસીઓ પેરીસ ની મુલાકાત માત્ર આ ટાવર ને જોવા માટે કરે છે.20વર્ષ બાદ તેને તોડી નાખવાનો પ્લાન હતો પણ તેની ખ્યાતી ને ધ્યાન માં રાખી સરકારે તેને જાળવી રાખવાનું નક્કી કર્યું
14-1939 માં બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે હિટલરે ફ્રાન્સ પર કબજો મેળવ્યો.એફિલ ટાવર પર લહેરાતો ફ્રાન્સ નો રાષ્ટ્ર ધ્વજ ઉતારી ગયો અને હિટલરનો સ્વસ્તિક વાળો ધ્વજ લહેરાવવામાં આવ્યો 
15-આખરે 1945 માં જર્મનો હાર્યા ત્યારે ટાવર પર ફરી ફ્રાન્સ નો ધ્વજ ફરક્યો.આઝાદી ની ખુશી માં ફ્રેન્ચોએ ટાવર નું રંગ રોગન કરાવ્યું.કુલ 30,000 કિલોગ્રામ જેટલો કેસરી ઓઈલ પેઈન્ટ વપરાયો .એ પછી ના વર્ષો માં તો અનેક વાર ટાવરનો રંગ બદલવામાં આવ્યો

Image result for eiffel tower


16-આજે દર રોજ સરેરાશ 20000 કરતા વધુ લોકો ટાવરની મુલાકાત લે છે.ટાવર ના સંચાલન અને સંભાર માટે 400 કરતા વધુ કર્મચારીઓ રોકવામાં આવ્યા છે.જેમને ઘણા ખરા તો ટાવર નીચે જમા થતા 7 ટન કચરાને વીણવાનું કામ કરે છે.
17-દર 7 વર્ષે ટાવર ને ફરી રંગવામાં આવે છે અને તે રંગ કામ પૂરું થાય છે બીજા દોઢ વર્ષે.આવા બીજા અન્ય ખર્ચ નું ટોટલ 20 લાખ ડોલર જેટલું થાય છે.

મિત્રો જો આપ પેરીસ ગયા વગર એફિલ ટાવર પરથી પેરીસ શહેરને જોવા માંગતા હોવ તો અહી ક્લિક કરો

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે  અહી ક્લિક કરો

sanket.v.r

મારી શાળાની ઉડતી નજરે એક જલક

My Blogger TricksAll Blogger TricksTechtunes
Blogger Tricks