એટલામાં કોઈ કારણ સર તેનું લેપટોપ તળાવમાં પડી ગયું. એન્જીનીયર વિચારવા લાગ્યો કે હવે શું કરવું? એવામાં માંજ તેને કઠિયારાની વાત યાદ આવી, જે બાળપણ માં તેના દાદા તેને કહેતા હતા. તેને વિચાર્યું કે પ્રયત્ન કરવામાં શું વાંધો છે?
તેને તળાવની દેવી ને પ્રાર્થના કરી કે મહેરબાની કરીને તેઓ મદદ કરે અને પાણી માં પડી ગયેલું લેપટોપ પાછું મેળવી આપે.
પ્રાર્થનાથી પ્રસન્ન થઇ તળાવની દેવી પ્રગટ થાય છે, અને એન્જીનીયરને તેની મુશ્કેલી વિષે પૂછે છે!
બોલ દીકરા શું તકલીફ છે? : દેવી બોલ્યા,
એન્જીનીયર: હું અહી બેસીને મારું કામ કરતો હતો અને ભૂલથી મારું લેપટોપ તળાવમાં પડી ગયું છે, શું તમે મને તે બહાર લાવી આપવામાં મદદ કરશો?
દેવી; કેમ નહિ દીકરા હું જરૂર મદદ કરીશ, એટલું કહીને દેવી તળાવમાં જાય છે અને થોડી વારે બહાર આવે છે ,
તેમના હાથમાં એક નાનું બોક્સ હોય છે તે એન્જીનીયર ને પૂછે છે કે આ છે તારું લેપટોપ?
એન્જીનીયર: ના આ મારું લેપટોપ નથી.
દેવી ફરીથી પાણીમાં જાય છે અને બહાર આવેછે ત્યારે તેના હાથમાં પહેલા કરતા થોડું મોટું બોક્સ હોય છે , તે પૂછે છે આ છે તારું લેપટોપ?
એન્જીનીયર: ના આ પણ મારું લેપટોપ નથી.
દેવી ફરીથી પાણીમાં જાય છે અને બહાર આવે છે ત્યારે તેના હાથમાં એન્જીનીયર નું મૂળ લેપટોપ હોય છે અને , તે પૂછે છે આ છે તારું લેપટોપ?
એન્જીનીયર: હા મારું લેપટોપ છે.એ લેપટોપ એન્જીનીયર નેવ આપી દેવી તળાવમાં જવાની તૈયારી કરે છે,
ત્યારે એન્જીનીયર તેઓને રોકે છે અને પ્રશ્ન પૂછે છે કે ભૂતકાળ માં જયારે કઠિયારા ની કુહાડી તળાવમાં પડી ગઈ હતી,
ત્યારે તો તમે તેને પહેલા સોનાની અને પછી ચાંદીની કુહાડી બતાવી હતી અને ત્યાર બાદ તેની મૂળ કુહાડી બતાવી હતી તો મારી સાથે આવો ભેદભાવ કેમ?
મને કેમ પહેલા નાના નાના બોક્ષ બતાવ્યા?
દીકરા : દેવી બોલ્યા, તને જે બોક્સ બતાવ્યા તે માત્ર બોક્સ નાના હતા,
પરંતુ પહેલા બતાવ્યું તે હાલનું સૌથી લેટેસ્ટ મોડેલનું આઈપેડ હતું અને ત્યાર બાદ તેનાથી મોટું બતાવ્યું તે પામટોપ હતું,
પરંતુ તને તેનું જ્ઞાન ન હતું એટલે તું ઓળખી ના શક્યો….
એટલું કહીને દેવી પાણી માં ચાલ્યા જાય છે અને એન્જીનીયર વિલે મોઢે ઘર તરફ જવા રવાના થાય છે.
મોરલ :
માત્ર જ્ઞાન હોવું જરૂરી નથી પરંતુ સમય પ્રમાણે તેમાં વધારો કરવો, નવું જ્ઞાન મેળવવું પણ ખુબજ જરૂરી છે.
બે બાજ પક્ષી
એક દેશમાં એક ખૂબ જ ન્યાયપ્રિય રાજા રાજ કરતો હતો. તેનામાં ન્યાયપ્રિય હોવાની સાથે સાથે એક અન્ય આદત પણ હતી તે એ કે રાજા પોતાના રાજ્યના નાનામાં નાના અને ગરીબમાં ગરીબ માણસને પણ ખૂબ ઉમળકાભેર અને પ્રેમભાવથી મળતો કે પ્રજામાં આપોઆપ જ તે પ્રજાવત્સલ રાજા બની ગયો હતો.પ્રજામાં તે રાજા એટલો લોકપ્રિય હતો કે તેને રાજ્યનો દરેક વ્યક્તિ અવાર-નવાર પોતાની હેસિયત અનુસાર રાજાને કંઈ ને કંઈ ભેંટ આપતા. સામે પક્ષે રાજા પણ પોતાના શાહી ખજાનામાંથી તેમને સામે ભેંટ આપી બદલો આપવાનું ન ચૂકતો.
એક દિવસ રાજાને કોઈ ચાહકે બે મોટા અને તંદુરસ્ત બાજ પક્ષી ભેટમાં આપ્યા. તે બન્ને બાજ બહુ ઊંચી જાતના હતા. ખુદ રાજાએ પણ પોતાની જિંદગીમાં આવા બાજ પક્ષી પહેલા ક્યારેય નહોતા જોયા. આવી બહુમૂલ્ય ભેંટ પામી રાજા ખુશ થયો અને પોતાના વજીરને કહ્યું કે બન્ને બાજ માટે ખોરાક-પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને પછી તેને શાહી બગીચામાં મુક્તપણેઉડવા માટે છોડી દેવામાં આવે. વજીરે એમ જ કર્યું જેમ રાજાનો આદેશ હતો.
બીજા દિવસે રાજાએ દરબારનું કામકાજ પતાવી વજીરને પૂછ્યું કે ભેટમાં મળેલા બન્ને બાજનાં હાલચાલ શું છે. વજીરે કહ્યું કે બન્ને બાજ પક્ષી પૈકી એક બાજ આકાશમાં ઊંચી ઉડાન ભરી રહ્યું છે પરંતુ બીજું બાજ ઝાડની એક ડાળ પર જ બેસી રહે છે અને ઉડતું જ નથી.
રાજાને નવાઈ લાગી કે બન્ને બાજ એક જ પ્રજાતિનાં અને તંદુરસ્ત હોવા છતાં એક બાજ જ કેમ ઉડે છે અને બીજું ઝાડની ડાળી પર બેઠેલું રહે છે. આ જ પરિસ્તીથી લાંબો સમય રહી. દિવસો સપ્તાહમાં અને સપ્તાહ મહિનાઓમાં વીતી ગયા પણ તે બાજ ઉડી ન શક્યું.
અંતે રાજાએ વજીરને કહ્યું કે રાજ્યમાંથી કોઈ એવા વ્યક્તિને શોધી લાવો જેણે વર્ષો જંગલોમાં વિતાવ્યા હોય અને પક્ષીઓના ચાલ-ચલગત વિશે બહોળો અનુભવ ધરાવતો હોય.
શોધખોળ બાદ વજીરને એક વૃધ્ધ વ્યક્તિ મળ્યો. વજીરે તેને રાજાની સામે રજૂ કર્યો અને પરિચય આપ્યો કે આ વ્યક્તિને પક્ષીઓ વિશે બહુ માહિતી છે. રાજાએ તે વૃધ્ધ વ્યક્તિને બન્ને બાજ પક્ષી વિશે જણાવ્યું અને કહ્યું કે એક બાજ ઝાડની એક ડાળ પર જ બેસેલું રહે છે જ્યારે બીજું આકાશમાં ઊંચે સુધી ઉડાનભરે છે. બંન્ને બાજ એક જ પ્રજાતિનાં હોવા છતાં આ તફાવત કેમ ?
વૃધ્ધ વ્યક્તિએ રાજા પાસે એક દિવસની મુદ્દત માંગી. આગલા દિવસે જ્યારે રાજા પોતાના શાહી બગીચામાં રવા નીકળ્યો તો જોયું કે બન્ને બાજ આકાશમાં ઊંચે સુધી ઉડી રહ્યા છે. રાજાને આશ્ચર્ય થયું કે આ વ્યક્તિએ એવું શું કર્યું કે એક જ દિવસમાં બાજ ઝાડની ડાળી છોડી ઊંચે ઉડવા લાગ્યું.
રાજાએ તે વૃધ્ધ વ્યક્તિને દરબારમાં બોલાવ્યો અને તેનું કારણ પૂછ્યું. વૃધ્ધ વ્યક્તિએ જવાબ આપ્યો કે મેં એવું કંઈ ખાસ કામ નથી કર્યું બસ ઝાડની જે ડાળ પર બાજ બેસતું હતું મેં એ ડાળ કાપી નાખી.
આ વાર્તા આપણા જીવન જીવવાની શૈલી વિશે બહુ મોટી શીખ આપે છે. આપણને પણ જીવનમાં આગળ વધવા માટે તકો તો અનેક મળે છે પરંતુ આપણે પેલા ડાળ પર બેઠેલાબાજની જેમ આપણી સુખ-સુવિધાઓ અને નિરર્થક રિવાજોને છોડી એક ડગલું પણ આગળ વધવા તૈયાર નથી. યાદ રાખવું જોઈએ કે નવી કઠણાઈઓ અને નવા અનુભવો જીવનમાં આગળ વધવા માટે જરૂરી છે.
એક યુવકે તેની પ્રેમિકા
એક યુવકે તેની પ્રેમિકા સાથે ખૂબ જ ભવ્ય રીતે લગ્ન કર્યા. ઘણા બધા સગાં તથા મિત્રો તેમનાલગ્ન માણવા આવ્યા હતા. વર અને કન્યા તેમનાલગ્ન પોશાકમાં ખૂબ જ સુંદર લાગતાં હતા. દરેક જણ તેમણે જોઈને કહી શકતું હતું કે તેમનો પ્રેમ સાચો છે.
થોડાક મહિનાઓ બાદ, પત્ની એના પતિ સમક્ષ એક પ્રસ્તાવ લઈને આવી -
"મેં થોડાક સમય પહેલા એક મેગેઝિનમાં વાચ્યું કે આપણે લગ્નજીવન કેવી રીતે મજબૂત કરી શકીએ."
પત્નીએ કહ્યું, " આપણે બંને એક બીજા પ્રત્યેની અણગમતી ટેવોની યાદી બનાવીશું, ત્યારબાદ આપણે સાથે મળીને એ કુટેવોને સુધારવાનો
પ્રયાસ કરીશું જેથી આપણું લગ્ન જીવન વધુ સારી રીતે જીવી શકીએ."
પતિએ વાત માની અને બંને જણા ઘરના અલગ અલગ રૂમમાં જઇ યાદી બનાવવા લાગ્યા. તેઓ બાકીનો પૂરો દિવસ તેના પર વિચાર કરીને
કાગળમાં લખવા લાગ્યા.
બીજી સવારે બંને નાસ્તો કરતી વખતે નક્કી કર્યું કે હવે આપણે બંનની યાદી જોઈએ. પત્નીએ કહ્યું કે પહેલા તેણીએ બનાવેલી યાદી વાંચશે.
ખરેખરમાં તેણીએ બનાવેલ યાદી પૂરા ત્રણ પાનાઓથી ભરાઈ ગઈ હતી.
જેવું તેણે યાદી વાંચવાનું શરૂ કર્યું કે તેનું ધ્યાન ગયું કે તેના પતિની આંખમાંથી આંસુ નીકળતા હતા. એટલે તેણે પૂછ્યું કે "શું થયું". એમાં એના
પતિએ જવાબ આપ્યો કે "કઈ નથી થયું, તું વાંચવાનું ચાલુ રાખ " એટલે પત્નીએ પતિના કહ્યા મુજબ વાંચવાનું આગળ વધારી ત્રણેય પાનાં
વાંચી નાખ્યા અને યાદી ટેબલ પર મૂકી દીધી.
"હવે તમે તમારી બનાવેલી યાદી વાંચો અને પછી આપણે એના પર ચર્ચા કરીશું. " પત્નીએ ખુશ થઈને કહયું.
પતિએ એકદમ શાંત થઈને કહ્યું, " મારી યાદીમાં કશું જ નથી. મને લાગે છે કે તું જેવી છે તેવી જ મારા માટે પરફેક્ટ છે. મને મારા માટે કરીને તારી
કોઈ ટેવ બદલાવી નથી. તું ખૂબ જ પ્રેમાળ અને સુંદર છો તો શા માટે હું તને મારા ખાતર બદલું ?"
પત્ની તેના પતિની પ્રમાણિકતાથી ખૂબ જ લાગણીશીલ થઈ ગઈ અને પતિના તેના પ્રત્યેના ખૂબ જ ઊંડા પ્રેમ તથા તેનું સ્વીકારવાની ભાવના
જોઈ ખૂબ જ રડવા લાગી.
યાદ રાખો મિત્રો :
કોઈ જ પરફેક્ટ નથી હોતું પણ આપણે તેમને જે રીતે જોવા માગીએ છીએ એ રીતેની પરફેક્ટનેસ તેમનામાં શોધવી પડે છે. મિત્રો, આપણને
જેટલું
મળ્યું છે તેમાં સંતોષ માની લેવો જોઈએ. આપણે જેટલી આશાઓ વધારે રાખીશું એટલા જ આપણે વધારે દુ:ખી થઈશું. માટે જીવનમાં સુખી થવા
ઈચ્છાઓ અલ્પ પ્રમાણમાં રાખવી જોઈએ
સાધુ કોને કહેવાય?
બોધકથા - સુખદેવ આચાર્યએક સુંદર નગરમાં જય નામની એક વ્યક્તિ રહેતી હતી. જય ખૂબ જ ધૈર્યવાન, ઈમાનદાર અને દયાળુ હતો. તે નગરના ગરીબ, તવંગર, અસ્વસ્થ,બીમાર, બાળક, વૃદ્ધ એમ દરેક જણની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતો હતો. તેણે સાધુઓ જેવાં કપડાં તો ધારણ નહોતાં કર્યાં, તેનો વેશ પણ સાધુઓ જેવો નહોતો, તેમ છતાં નગરના લોકો જયને સાધુ-સંત જેવું માન-સન્માન આપતા હતા અને નગરના લોકોની કોઈ સમસ્યા હોય તો તેનો ઉકેલ પણ મેળવી આપતા હતા.
આ નગરમાં એક દિવસ સાધુઓની ટોળકી આવી. દરેક સાધુને જોતાં એવું લાગતું હતું કે તેઓ વિદ્વાન અને શાસ્ત્રોના મહાન જ્ઞાતા છે. નગરના લોકોએ તેમને એક જગ્યાએ ઉતારો અને જરૂરી વસ્તુઓ આપી. સાધુઓ ઘણા સમય સુધી અહીં રહ્યા, પરંતુ તેઓની પાસે કોઈ પણ નગરવાસી પોતાની સમસ્યા લઈને ન આવ્યું, તેથી તેઓ ખૂબ જ બેચેન થઈને અંદરોઅંદર વાતો કરવા લાગ્યા કે, "આ નગર તો બહુ આશ્ચર્ય પમાડે તેવું છે. આપણે ઘણા દિવસથી આ નગરમાં રહીએ છીએ છતાં પણ કોઈ પોતાની સમસ્યા લઈને નથી આવ્યું. આજ સુધી આપણી સાથે એવું ક્યારેય નથી થયું કે આપણી સમક્ષ પોતાની સમસ્યાઓને લઈને લોકોની લાંબી લાઇનો ન લાગી હોય. ખૂબ જ અચરજની વાત છે કે લોકો આપણી સામે જોવા છતાં પણ આપણી પાસે આવતા નથી અને આગળ ચાલવા લાગે છે. આખરે આનું કારણ શું હોઈ શકે?" સાધુઓએ પોતાની ટોળકીમાંથી સૌથી નાના સાધુ અરુણને આ બાબતની તપાસ કરવા માટે મોકલ્યો અને સંપૂર્ણ તપાસ કર્યા પછી જ પાછા ફરવા માટે જણાવ્યું.
અરુણને ઘણી વાર પોતાની ટોળકીમાં સામેલ લોકોના અંધવિશ્વાસ અને પાખંડ નહોતા ગમતા, પરંતુ તે સૌથી નાનો હોવાને કારણે ચૂપ રહેતો હતો. અરુણે આખો દિવસ નગરમાં ફરી-ફરીને તપાસ કરી અને રાત્રે પાછો ફર્યો. આવીને તેણે પોતાની ટોળકીના મોટા-મોટા સાધુઓને કહ્યું કે, "આ નગરમાં એક જય નામની વ્યક્તિ રહે છે. તે સાધુ ન હોવા છતાં પણ લોકો તેને સાધુથી પણ વધારે સન્માન આપે છે. તે નગરના લોકોની કોઈ પણ સમસ્યાનું સમાધાન થોડી જ ક્ષણોમાં કરી આપે છે. તે સૌની મદદ કરે છે અને ત્યારબાદ તે પોતાના કામમાં વ્યસ્ત બની જાય છે." આ સાંભળીને બધા જ સાધુઓને તે વ્યક્તિની ઈર્ષ્યા થવા લાગી. તેઓ તેના પર ખૂબ જ ગુસ્સે થયા.
એક દિવસ જયને નગરના એક રોગી વિશે જાણવા મળ્યું, તેથી તેની મદદ માટે તે નીકળી પડયો. રસ્તામાં તેને પેલી સાધુઓની ટોળકી મળી ગઈ. બધા જ સાધુઓએ તેનો રસ્તો રોક્યો. ક્રોધિત થઈને તેને અપશબ્દો બોલવા લાગ્યા અને ટીકા કરવા લાગ્યા, પરંતુ આ અપશબ્દો કે ટીકાની તેના પર કોઈ અસર ન થઈ. થોડી વાર પછી જ્યારે સાધુઓ શાંત થયા ત્યારે જયે કહ્યું, "તમે લોકોએ સાધુનો વેશ ધારણ કરીને પોતાને સાધુ ઘોષિત કર્યા છે, પરંતુ તમારામાં સાધુના ગુણ નથી. સાધુ તો ક્રોધ, ઈર્ષ્યા, લોભથી દૂર રહે છે અને હંમેશાં નિઃસ્વાર્થભાવે માનવસેવા કરે છે." આ સાંભળીને બધા જ સાધુઓનાં શીષ શરમથી ઝૂકી ગયાં. સાધુઓએ જયને રસ્તો આપ્યો. ત્યારબાદ જય આગળ વધવા લાગ્યો. અરુણ જયના ગુણો અને વિચારથી ખૂબ જ પ્રભાવિત થયો. તેણે સાધુઓનાં વસ્ત્ર ઉતારી દીધાં અને જયની સાથે જ રહી જઈને નગરના લોકોની સેવા કરવા લાગ્યો.
મીણબત્તીને અભિમાન
એક ઓરડામાં મીણબત્તીનો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો, એક ખૂણામાં અગરબત્તી પણ ચૂપચાપ સળગી રહી હતી. અગરબત્તીને જોઈને મીણબત્તીને અભિમાન થયું...તેણે તિરસ્કાર પૂર્વક અગરબત્તીને કહ્યું,''જો,હું કેટલી ભાગ્યશાળી છું..ચારે તરફ મારો પ્રકાશ કેવો ફેલાઈ રહ્યો છો, બધાની નજર મારી સામે જ રહે છે...''અગરબત્તીએ નમ્રતાથી કહ્યું, ''બહેન તારી વાત સાચી પણ મુશ્કેલીના સમયે સાહસપૂર્વક ટકી રહેવું પણજરૂરી છે, સાચી પરીક્ષા મુશ્કેલીમાં જ થતી હોય છે... પરંતુ મીણબત્તી પોતાના ચમકતા પ્રકાશની મસ્તીમાં મસ્ત હતી... એટલામાં પવનનો સપાટો આવ્યો અને એકજ ઝપાટામાં મિણબતી બુઝાઈ ગઈ.પરંતુ અગરબતી હજુ પણ સળગતી હતી.તેણે પોતાની પ્રખરતા વધારી દીધી અને વધું તિવ્રતાથી તેની સુવાસ ચોતરફ પ્રસરી ગઇ.
હજુ સુધી મૌન રહેલા ઓરડાના અવકાશે હવે કહ્યું, '' હવાનો સપાટો
જેના અસ્તિત્વને ખતમ કરી દે એવી ચમક શું કામની? ''
પોતાની પાસે જે શક્તિ હોય તેનો અહંકાર ક્યારેય કરવો નહિ.બીજાને આપણે કેટલા ઉપયોગી બનીએ છીએ તે મહત્વનું છે...
સુષુપ્ત શક્તિઓ ખીલી શકે?
નિલ્સ નામનો એક વ્યક્તિ હિન્દ મહાસાગરના કોઈ એક ટાપુ પર રહેતો હતો. તે તીવ્ર બુદ્ધિવાળો, સુંદર દેખાવ અને ખડતલ શરીરવાળો એક યુવાન હતો. એના માટે સૌ કોઈ ઉચ્ચ અભિપ્રાય ધરાવતા હતા. પરંતુ જયારે તેણે લગ્ન કર્યા,
ત્યારે ટાપુ પરના લોકોએ અત્યંત આશ્ચર્ય અનુભવ્યું. એણે લગ્ન માટે પસંદ કરેલી કન્યા એકદમ સામાન્ય, દુબળી-પાતળી, અંતર્મુખી અને પહેલી નજરે જરાય આકર્ષક ન લાગે તેવી હતી. લોકો વિચારવા લાગ્યા કે નિલ્સને આ કન્યા કેવી રીતે ગમી? અને આટલું ઓછુ હોય તેમ આ કન્યા સાથે લગ્ન કરવા કન્યાના પિતાને તેણે ૧૦ ગાયો આપી! ટાપુ પરના રિવાજ પ્રમાણે કન્યાના પિતાને ગાયો આપવી, એ તો જાણે બરાબર હતું પણ આશ્ચર્ય તો એ વાતનું હતું કે અત્યંત સુંદર, દેખાવડી અને પ્રભાવશાળી છોકરી હોય તો પણ ૫ ગાયો તો અધધ.... કહેવાય અને આવી કન્યા માટે નિલ્સ જેવા સામાન્ય માણસે ૧૦ ગાયો આપી?!
મિત્રો, માણસો તો બધે સરખા જ હોય ને? ૫-૭ દિવસો વાતો કરીને બધા પોતપોતાના જીવનમાં પરોવાઈ ગયા. ૨-૩ વર્ષ પછી આ ટાપુ પર એક મહોત્સવનું આયોજન થયું અને આ પ્રસંગે બધા ભેગા થયા. નિલ્સ પણ તેની પત્ની સાથે આવ્યો. આ પ્રસંગે પણ નિલ્સે સૌને આશ્ચર્યજનક ઝાટકો આપ્યો. એની પત્ની અત્યંત આકર્ષક, ચબરાક અને આત્મવિશ્વાસથી છલકાતી હતી. લોકો નિલ્સને ઘેરી વળ્યા અને પૂછવા લાગ્યા કે એક સામાન્ય સ્ત્રીમાં ન કલ્પી શકાય એવું પરિવર્તન, એ કઈ રીતે લાવ્યો?
નિલ્સે કહ્યું કે એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? મેં જ્યારે એના માટે ૧૦ ગાયો આપી ત્યારે સહુને થયું કે ઘણી મોટી કીમત આપી. સ્વાભાવિક છે કે એવું તેણીએ પણ અનુભવ્યું. પરંતુ મેં તેનામાં એવી લાગણી જન્માવી કે એ ખરેખર એ મૂલ્યને યોગ્ય હતી. ધીરેધીરે તેને પણ એવું લાગવા માંડ્યું કે તે આ ટાપુ પરની કોઈ પણ સ્ત્રીથી વધુ મુલ્યવાન છે. બસ તેનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવવા માંડી અને એ દિવસે ને દિવસે વધુ આકર્ષક અને આત્મવિશ્વાસ સભર બનવા માંડી...!
વાત હવે શરુ થાય છે, મારા શિક્ષક મિત્રો...! વિચારો તે નાનકડા ટાપુ પર રહેતા સામાન્ય માણસ નિલ્સની આ સમજ આ વિશ્વના કેટલા પુરુષો અને કેટલા શિક્ષકોમાં હશે...?
સ્ત્રી હોય કે બાળક- મોટાભાગનાં એને સમજવાની પળોજણમાં જ નથી પડતાં. તો પછી તે કેટલી મુલ્યવાન છે એવું વિચારવાની કે સમજવાની તો વાત જ ક્યા રહી? ઘણા શિક્ષકો અભ્યાસક્રમને જ વળગી રહે છે અને એકદમ કુત્રિમ રીતે વર્તે છે. પહેલા પણ મેં ક્યાંક કહ્યું હતું કે કોઈ કોઈને ભણાવી શકાતું નથી, તમારે માત્ર એક એવું વાતાવરણનું નિર્માણ કરવાનું છે કે જેમાં બાળક જાતે ભણે, બસ બીજુ કઈ નહિ! તેમની અંદર રહેલી નકારાત્મકતાને દુર કરીને તેમને વધુ હકારાત્મક બનાવવા. તેમની અંદરની કુદરતી શક્તિઓને ઓળખી અને તેણે બહાર લાવવી પડે છે.
અને છેલ્લે..... “દરેક બાળકમાં એક સંવેદનશીલ, લાગણીસભર અને એક મહાન માણસ છુપાયેલો હોય છે વાસ્તવિક જીવનમાં તે કેટલી હદે વ્યક્ત થશે, તેનો આધાર એક શિક્ષક પોતે પોતાની સાથે અને તે બાળક સાથે કેવો વ્યવહાર કરે છે, તેના પર છે.”- balakનું આ quote હંમેશા યાદ રાખજો..................!!!
અને હવે એકદમ હેલ્થીચર્ચા આ ટોપિક પર કરો દોસ્તો...
વિષય : બાળકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ કે જેથી તેમની સુષુપ્ત શક્તિઓ ખીલી શકે?
બાળક હંમેશા ઉદાસ રહેતો
એક બાળક હંમેશા ઉદાસ રહેતો કારણ કે એ દેખાવમાં બીજા બાળકો કરતા સાવ સામાન્ય હતો. તેના દેખાવને કારણે સ્કુલમાં પણ બીજા વિદ્યાર્થીઓ એને ઘણી વખત ઉતારી પાડતા અને એટલે એ મોટા ભાગે એકલો એકલો જ રહેતો હતો. એકવાર એની શાળામાં પિકનિકનું આયોજન થયુ આ છોકરો પણ પિકનિકમાં જોડાયો. એની મમ્મીએ ખુબ સરસ રસોઇ બનાવીને લંચ બોક્સ તૈયાર કરી આપ્યું.
બીજા દિવસે બપોરના સમયે બીજા વિદ્યાર્થીઓ રમતો રમી રહ્યા હતા ત્યારે આ છોકરો એક ઝાડના છાંયડામાં બેઠો બેઠો મોજ-મસ્તી કરતા બધા વિદ્યાર્થીઓને જોઇ રહ્યો હતો. અચાનક એનું ધ્યાન પાછળના ભાગે ગયુ તો એનાથી થોડે દુર એક વૃધ્ધ સ્ત્રી એ જ ઝાડના છાંયડામાં બેઠી હતી. ચાર આંખો મળતા પેલી વૃધ્ધાએ સ્માઇલ આપ્યુ. છોકરાને એ ખુબ જ ગમ્યુ કારણ કે બહુ ઓછા લોકોએ એને દિલથી સ્માઇલ આપ્યુ હતું.
સ્ત્રીના ચહેરાના હાવભાવ જોતા બાળકને સમજાઇ ગયુ કે એ ભુખી છે અને એને ખુબ ભુખ લાગી છે કારણ કે એ ક્યારેક એની નજર બાળકના ચહેરા પરથી હટીને બાળકના હાથમાં રહેલા લંચ બોક્સ પર જતી રહેતી હતી. છોકરો ઉભો થયો અને એ વૃધ્ધાની નજીક જઇને બેસી ગયો. લંચ બોકસ ખોલીને એક કોળિયો વૃધ્ધાના મુખમાં મુક્યો. એ વૃધ્ધાની આંખમાં આંસું આવી ગયા એણે બાળકના માથા પર હાથ ફેરવ્યો અને પોતાના હાથથી એક કોળિયો બાળકના મુખમાં મુક્યો. બંને કંઇ જ બોલ્યા વગર એક બીજાની સામે જોતા રહ્યા અને એક બીજાના મુખમાં કોળિયા મુકતા રહ્યા.
લંચ બોક્સ ખાલી થયુ અને શિક્ષકે બધા વિદ્યાર્થીઓને બોલાવ્યા એટલે પેલો બાળક પણ જવા માટે ઉભો થયો. વૃધ્ધાએ બાળકના કપાળ પર પ્રેમથી એક ચુમી આપી અને છોકરો કુદતો કુદતો જતો રહ્યો. સાંજે ઘેર પહોંચ્યો એટલે છોકરાની ચાલ અને ઉત્સાહ પરથી જ ફળિયામાં બેઠેલી એની મમ્મીને સમજાઇ ગયુ કે આજે આ છોકરો કંઇક જુદા જ રંગમાં છે. એણે બાળકને પુછ્યુ , " બેટા , આજે કેમ આટલો બધો આનંદમાં છે ? કાયમ ઉદાસ રહેતા તારા ચહેરા પર આજે અનેરુ તેજ છે તારો હસતો ચહેરો જોઇને મારા કલેજાને પણ ટાઢક પહોંચે છે. "
બાળકે પોતાની માં ના કાન પાસે જઇને બહુ હળવા અવાજે કહ્યુ , " મમ્મી , કોઇને કહેતી નહી નહિતર કોઇ તારી વાત નહી માને પણ આજે મેં ભગવાન સાથે ભોજન લીધુ. "
મિત્રો , બધુ જ હોવા છતા પણ જ્યારે ઉદાસી આપણને ઘેરી વળે ત્યારે આ બાળકની જેમ જ ભગવાન સાથે ભોજન લેવાની જરુર છે. ભગવાન તો આપણી સાથે ભોજન લેવા બહુ આતુર હોય છે આપણને જ ક્યાં પડી છે એની સાથે બેસીને પ્રેમથી ભોજન લેવાની.
સિકંદર અને સંત કબીર
"ધર્મ એ કાંઇ ધર્મગુરુઓનો ઇજારો નથી. ઈશ્વરના દરબારમાં ઊચનીચના ભેદભાવ નથી. શું રામ, શું રહેમ, શું કૃષ્ણ, શું કરીમ, પરમ તત્ત્વ એક જ છે. નામ કેવળ જુદાં છે." ૧૪મી સદીમાં સંત કબીર પોતાના દોહતાઓ દ્વારા લોકોની ધર્માંધતાને આમ પડકારતા.
કબીરની વાળી સાંભળી મોલવીઓ અને બ્રાહ્મણો છંછેડાયા. તેમને પોતાનાં આસન ડોલતાં લાગ્યાં. કબીરની વધતી જતી લોકપ્રિયતા એ ધર્માંધો સાંખી શક્યા નહીં. તેમનો કોઈ હિસાબે કાંટો કાઢવા તેઓ તત્પર બન્યા.
એ વેળાએ દિલ્હીમાં લોદી વંશનો સિકંદર રાજ કરે. કબીરના વિરોધીઓની ગણતરી બાદશાહની કાનભંભેરણી કરી, કબીરને પિંજરે નાખી, એનું નૂર હણી લેનવાની હતી. આખરે એક દિવસ સંતને સિકંદરના દરબારમાં હાજર થવાનો હુકમ મળ્યો. સંત બાદશાહને દરબાર પહોંચ્યા. કાચાપોચાનો જુસ્સો દબાઈ જાય એવો એ યુગ હતો. ત્યારે વજ્રમાંથી ઘડાયેલી કબીરની કાયા સીનો તાણીને સિકંદર લોદી સમક્ષ ખડી થઈ.
"કબીરદાસ, યાદ રહે કે તમે શહેનશાહોના શહેનશાહ, નેક નામદાર, ખુલકના ખાવિંદ દિલ્હીશ્વર સિકંદર લોદી સામે ખડા છો ! તમે બાઅદબ બાદશાહને નમન કરો !" કોઈ એક દરબારીએ હુકમ કર્યો.
"બંધવા, કોણ શહેનશાહ ? કયો શહેનશાહ ? મારો તો એક જ શહેનશાહ અને તે પરમ કૃપાળુ પરમેશ્વર. આ માથું એ શહેનશાહોના શહેનશાહ સિવાય બીજા કોઈ સમક્ષ નમતું નથી." કબીરે દૃઢતા પૂર્વક જણાવ્યું.
કબીરની ગુસ્તાખી જોઈ દરબારીઓમાં સોપો પડી ગયો. અપમાનિત બાદશાહ સિકંદરની આંખોના ખૂણા લાલ થયા. વજીરોના હાથ તલવારની મૂઠે મંડાયા. કબીરનું માથું આંચકી લેવા એક નહીં પણ અનેક તલવારો મ્યાનમાં સળવળવા લાગી. ત્યાં કબીરે મધુર સ્વરે ગાવા માંડ્યું -
लीला मेरे लालकी, जीत देखो तीत लाल,
लीला देखन मय गई, मय भी हो गई लाल.
- રામનો મહિમા અપાર છે. જ્યાં જોઉ છું ત્યાં મને મારા ભગવાનની જ લીલા જોવા મળે છે. લાલની લીલા જોવા જતાં હું જ લાલ બની ગઈ.
"બાદશાહ સલામત, આ બંદો આ શહેનશાહ સિવાય અન્ય કોઈ શહેનશાહને પિછાણતો નથી." કબીરદાસના એ શબ્દો સાંભળી તથા એમના વિલોરી કાચ શાં સત્ય વચન સાંભળી ઉગ્ર સિકંદરનો રોષ આપમેળે શમી ગયો.
તેણે સરદારોને મ્યાન કરવા જણાવ્યું. પોતે સિંહાસન ઉપરથી ઊઠી એ વીરોના પણ વીરનાં વધામણાં કર્યાં. અત્યાર સુધી જેને બધા નમતા આવ્યા હતા એ વિજેતા સિકંદરે પોતાનું સર કબીરદાસનાં ચરણોમાં નમાવ્યું.
આમ વિજયની કલગીથી વિભૂષિત બનીને સંત અગ્નિપરિક્ષામાંથી પાર ઉતર્યા.
"સંત સુવાસ" પુસ્તક માંથી
લેખક: બેપ્સી એંજિનિયર
પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર
કાર્ય ક્યારે ઉત્તમ બને ..
બાદશાહ અકબર દરબાર ભરીને બેઠા હતા. તાનસેન હજી આવ્યા નહોતા. દરબારમાં અલકમલકની વાતો ચાલતી હતી. ત્યાં મધુર કંઠે ગવાતું ભજન સંભળાયું. ગાયકના સૂર, તાલ અને મીઠાશ એટલાં સરસ હતાં કે આખો દરબાર મંત્રમુગ્ધ થઈ સાંભળી રહ્યો. છેલ્લો અંતરો ગાયક ધીમા સ્વરમાં દોહરાવી રહ્યો હતો તે વખતે બાદશાહે ચાકરને હૂકમ કર્યો,
‘જાવ કોણ ગાઈ રહ્યું છે, તેની તપાસ કરી આવો.’ ચાકરે અટારીમાં જઈ જોયું અને આવીને બાદશાહને કહ્યું કે એક ફકીર ગાઈ રહ્યો છે. બાદશાહે હુકમ કર્યો કે એ ફકીરને બોલાવી લાવો.
થોડીવારમાં તાનસેન આવ્યા. દરમિયાન ચાકર ફકીરને પણ બોલાવી લાવ્યો. તેને નીચે બેસાડી ચાકરે બાદશાહને જાણ કરી. પોતે એકલો બેઠો હતો એટલે ફકીરે બીજું ભજન ઉપાડ્યું. તાનસેન સહિત આખો દરબાર સાંભળી રહ્યો. ભજન પૂરું થતાં બાદશાહે તાનસેનને પૂછયું, ‘તાનસેન, ગાનારની ગાયનકલા કેવી લાગી ?’
તાનસેને જવાબ આપ્યો, ‘અદ્દભુત !’
બાદશાહ જરા આગળ વધ્યા, ‘તાનસેન, એક સામાન્ય ફકીર એ ગાઈ રહ્યો હતો. તમે ગાવ છો ત્યારે પણ હું આટલો રસતરબોળ થઈ જતો નથી. શું એ તમારા કરતાં ઊંચો ગાયક છે?’
તાનસેને વિનાસંકોચ કબૂલ કર્યું, ‘અલબત્ત, એ ઊંચો ગાયક છે. તેના સૂર-તાલમાં ક્યાંય ચૂક નથી, ગળાની મીઠાશ અજબ છે અને એકાગ્રતા ઉત્તમ છે.’
બાદશાહે પૂછયું, ‘તાનસેન, તમારી પાસે આટલી તાલીમ છે, રિયાજ છે અને સાજ-સંગીત છે તોય ફકીરનું ગાન ચડિયાતું કેમ ?’
તાનસેન થોડી વાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, ‘બાદશાહ સલામત, હું મારી શ્રેષ્ઠતા જાળવવા ગાઉં છું, મારામાં અહમ છે કે હું શ્રેષ્ઠ ગાયક છું, હું માણસોને પ્રસન્ન કરવા ગાઉં છું, તમારી તહેનાતમાં ગાઉં છું, ધન-કીર્તિ માટે ગાઉં છું. ફકીરમાં કોઈ અહમ નથી, ગાનની શ્રેષ્ઠતા કે ઉત્તમતાની એને કંઈ પડી નથી, તે માણસોને પ્રસન્ન કરવા કે કોઈની તહેનાતમાં ગાતો નથી. તે ઈશ્વરને પ્રસન્ન કરવા ગાય છે. તેના ગાવાનું કોઈ પ્રયોજન નથી, પ્રેમમાં તરબોળ થઈ તે ગાય છે. મારી સરખામણી તેની સાથે ન થઈ શકે. તેની આગળ હું તુચ્છ છું.’
તાનસેનનો જવાબ સાંભળી બાદશાહ અકબર અને બધા દરબારીઓ ચૂપ થઈ ગયા. ઈશ્વરના પ્રેમ ખાતર, નિષ્પ્રયોજન કરેલું કામ ઉત્તમ છે. તેની સાથે બીજું કોઈ કામ બરોબરી ન કરી શકે...
બીજાને ખુશ કરવા એ સૌથી મોટુ સુખ છે
બે પુરુષો ગંભીરપણે બીમાર હતા,અને બેઉને એક જ રુમમાં રાખ્યા હતાં..
એક માણસને તેના ફેફસામાંના પ્રવાહી કચરાના નિકાસ માટે દર બપોરે એક કલાક માટે તેમના પલંગ માં બેઠા થવાની પરવાનગી આપવામાં આવી હતી.
રૂમમાં ફક્ત એકજ બારી હતી અને તેની પાસે આ ભાઇનો પલંગ હતો.
જ્યારે બીજા માણસને હંમેશા લાંબા થઇને સૂતાં જ રહેવું પડતું.
આ બન્ને કલાકો સુધી વાતો કર્યા કરતા.તેઓ તેમના પત્ની, પરિવાર, ઘર, નોકરી, તેઓ વેકેશનમાં ક્યાં ક્યાં ફરવા જતા વગેરે વિશે વાતો કરતાં ..
દરરોજ બપોરે, જ્યારે પહેલો માણસ બેઠો થતો ત્યારે બેઠા બેઠા બીજાં દર્દી ને બારીની બહારની દુનિયાં નું વર્ણન કરતાં સમય પસાર કરતો. બપોરનો આ એક કલાક બીજા માણસ માટે જાણે જીવંત બની જતો અને તેની દુનિયા હોસ્પિટલનાં રૂમ સુધી સિમિત ન રહેતા બહારનાં વિશ્વ સુધી પહોંચતી…
“બારીની બહાર એક સુંદર બગીચો અને તળાવ છે. તળાવમાં બતક અને હંસ રમે છે. બીજી તરફ બાળકો કાગળની હોડી બનાવીને રમે છે. વિવિધ રંગના ફુલો વચ્ચે પ્રેમી યુગલો હાથમાં હાથ નાખીને ચાલી રહ્યા છે અને દૂર ક્ષિતિજ સુધી વિશાળ આકાશનું નયનરમ્ય દ્શ્ય નજરે ચડે છે…” પહેલો માણસ જ્યારે આવું વર્ણન કરતો ત્યારે બીજો માણસ પોતાની આંખો બંધ કરીને કલ્પનામાં આ બધુ નિહાળતો.
એક ઉષ્માભરી બપોરે પહેલા માણસે નજીકથી પસાર થતી પરેડનું વર્ણન કર્યુ જોકે બીજા માણસને પરેડ બેન્ડનો અવાજ સંભળાતો નહોતો પરંતુ તે પોતાની કલ્પનામાં આ દ્શ્ય જોઇ શકતો હતો.
આ રીતે દિવસો અને મહિનાઓ પસાર થવા લાગ્યા….
એક દિવસ સવારે,નર્સ તેમના સ્નાન માટે પાણી લાવ્યા અને જોયું તો પહેલી વ્યક્તિ ચિર નિદ્રામાં પોઢી ગઇ હતી પલંગ પર ફક્ત તેનું ફક્ત નિર્જીવ શરીર પડ્યું હતું.
નર્સને અત્યંત દુખ થયું અને હોસ્પિટલ એટેન્ડન્ટ્સને બોલાવી શરીર લઇ જવા માટે કહેવામાં આવ્યુ.
બારી પાસેનો પલંગ ખાલી પડયો!
થોડા દિવસો પછી…બીજા વ્યક્તિએ પોતાને બારી પાસેનાં પલંગ પર ખસેડવાની ઇચ્છા વ્યક્ત કરી. નર્સે પણ ખુશી ખુશી તેમને ત્યાં ખસેડવાની વ્યવસ્થા કરી અને જતાં રહ્યા.
હવે આ વ્યક્તિ એ ધીમે ધીમે, થોડું કષ્ટ કરીને, બારી પાસે બેઠાં થવાની કોશિશ કરી. એક હાથની કોણી કોણી ટેકવી તેમણે બહારની વાસ્તવિક દુનિયાનો પ્રથમ દેખાવ લેવા માટે પોતાની નજર ફેરવી અને જોયું તો શું?
.
બારીની સામે ફક્ત એક દિવાલ હતી. તેને કઇ સમજાયું નહીં. તેણે નર્સને પુછ્યું પહેલો વ્યક્તિ શા માટે બારીની બહાર અદ્ભુત વસ્તુઓનું વર્ણન્ કરતો? – જ્યારે અહીં તો ખાલી દિવાલ જ છે!
નર્સે કહ્યું “પેલો માણસ અંધ હતો અને આ દિવાલ પણ જોઈ ન શકતો, તે તો ફક્ત તમને પ્રોત્સાહિત કરવા માગતો હતો!”
ઉપસંહાર:
બીજાને ખુશ કરવા એ સૌથી મોટુ સુખ છે પછી આપણી પરિસ્થિતિ ગમે તે હોય! દુઃખ વહેંચવાથી
અડધુ થાય છે, અને સુખ વહેંચવાથી બમણું થાય છે. તમને સમૃદ્ધિનો અનુભવ કરવો હોય તો તે વસ્તુઓની ગણતરી કરો જે તમારી પાસે છે અને પૈસાથી ખરીદી નથી શકાતી!”
આજ તો સૌગાદ છે તેથી જ તો તેને “Present” કહેવાય છે.
વગર વિચાર્યું જે કરે તે પાછળથી પસ્તાય..
લાખો કરીને એક વણઝારો હતો. પૈસે ટકે ઘણો સુખી હતો. પરંતુ જિંદગીમાં દરેક દિવસો માણસને સરખા જતા નથી. તેને પૈસાની ખોટ પડવા લાગી. આથી તે એક શેઠ પાસે ગયો. પોતાની મુશ્કેલીની બધી વાત કરી અને કહ્યું કે તમારી પાસેથી ઉછીના લીધેલા પૈસા એક વરસમાં તમને પાછા આપી જઈશ. શેઠે કશી જ શરત કર્યા વિના પ્રમાણિકતા પર પૈસા આપ્યા.
વણઝારાએ પૈસા લઈને જતી વખતે કહ્યું કે આ મારો ડાઘિયો કૂતરો તમને સોંપું છું. પોતાના કૂતરાને શિખામણ આપી કે, હવેથી શેઠનું કામ બરાબર કરજે. અહીંથી નાસી આવીશ નહિ _કહી વણઝારો છૂટો પડ્યો.
હવે બન્યું એવું કે શેઠના ઘરમાં એક દિવસ ચોરી થઇ. કૂતરાએ શેઠને જગાડવાના ઘણા પ્રયત્ન કર્યા પણ શેઠ જાગ્યાં નહિ. ચોરલોકો બધું ઉઠાવી ગયા. પરંતુ કૂતરાએ તેનો પીછો પકડ્યો. પોતાના માલિકનું ધન ક્યાં છૂપાવે છે તે જોઈ લીધું. સવારે શેઠ જાગ્યાં ત્યારે ખબર પડી કે ઘરમાં ચોરી થઇ છે. શેઠ તો લમણે હાથ દઈ નીચે બેસી ગયા. ડાઘિયો શેઠના ધોતિયાનો છેડો ખેંચવા લાગ્યો, આથી શેઠ ઊભા થયા. ડાઘિયો તેને ધન દાટેલી જગ્યાએ લઇ ગયો. પોતાના પગ વડે જમીન ખોતરવા માંડ્યો. શેઠ સમજી ગયા કે કૂતરો શું કહેવા માંગે છે. તેથી જમીન ખોદીને પોતાનું ધન, ઘરેણા વગેરે પાછા મેળવ્યા. ડાઘિયા પર શેઠ ખૂબ ખુશ થયા. આથી તેને થયું કે ચાલ, હવે તેને હું મુક્ત કરું તેથી તે પોતાના માલિક વણઝારાને મળી આવે.
એ વિચારે શેઠે વણઝારા પર પત્ર લખ્યો કે હું તમારો ખૂબ જ આભાર માનું છું. કારણ કે તમારા ડાઘિયાએ સુંદર કામ કર્યું છે. એ ન હોત તો મારી શી દશા થાત ! તેના પર મને ખૂબ જ પ્રેમ આવે છે. જેથી તમારા પુત્ર જેવા ડાઘિયાને તમારા પાસે શાબાશીના શબ્દો માટે મોકલું છું. આ પ્રમાણે લખી ડાઘિયાના ગળે ચિઠ્ઠી બાંધી.
પોતાના માલિકને મળવા કૂતરો દોડ્યો જાય છે. તેવામાં સામેથી પોતાનો માલિક વણઝારો દેખાયો. ડાઘિયો તેની પાસે દોડીને પહોંચી ગયો. પોતાના માલિકને ઘણા સમય પછી મળ્યો તેથી તેને એમ હતું કે વણઝારો હમણા મને પ્રેમથી બોલાવશે. પણ તેણે ડાઘિયા પ્રત્યે તિરસ્કાર બતાવ્યો. વણઝારાને થયું કે શેઠને ત્યાં એણે વફાદારી નહિ બતાવી હોય જેથી આજે મારા પાસે મોકલ્યો છે. તું કશા જ કામનો નથી કહી વણઝારો ખૂબ ગુસ્સે થયો.
પોતાના માલિકના અવ તિરસ્કારથી ડાઘિયાને ખૂબ જ દુ:ખ થયું. તે પથ્થર પર માથા પછાડીને મરી ગયો. પછી વણઝારાને તેના ગળા ઉપર બાંધેલી ચિઠ્ઠી દેખાઈ. વણઝારાએ ચિઠ્ઠી વાંચી અને આંખમાંથી આંસુ ટપકવા માંડ્યા. અને કહેવા લાગ્યો, ડાઘિયા તે તો મારી આબરૂ વધારી હતી. શેઠ તારા પર ખુશ થયા હતા. પણ હું તને ન સમજી શક્યો. મેં આજે મારો પુત્ર ગુમાવ્યો હોય એટલું દુ:ખ તને ગુમાવતા થાય છે ! કહી વણઝારો પોક મૂકીને રડ્યો. પણ પછી પસ્તાવાથી શું ? આથી જ કહેવત હે કે, ‘વગર વિચાર્યું જે કરે તે પાછળથી પસ્તાય.’
“માનવીનું મુલ્ય.”
શહેરમાં એમનાં પ્રેરક પ્રવચનોથી ખુબ જાણીતા એક પ્રવક્તા ડો.મેથ્યુ આજે પ્રવચન કરવાના હોઈ એમને સાંભળવા આતુર ૨૦૦ શ્રોતાઓથી હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો .
આજના પ્રવચનનો વિષય હતો “માનવીનું મુલ્ય.”
તાલીઓના ગડગડાટ સાથે હોલમાં પ્રવેશેલા ડો.મેથ્યુએ એમનું પ્રવચન શરુ કર્યું .પ્રવચનની શરૂઆતમાં એમના ખિસ્સામાંથી ૨૦ ડોલરની એક ચલણી નોટ બહાર કાઢીને બધાને બતાવતાં કહ્યું :
” હું આ નોટ તમારામાંના એક જણને આપવા માગું છું ,મને હાથ ઊંચા કરી કહો કે આ નોટ હું આપું તો કોને લેવી ગમશે ?”
બધા જ શ્રોતાઓના હાથ ઊંચા થયા .
ડો. મેથ્યુએ પછી કહ્યું :”હું આ નોટ તમારામાંના એકને આપું એ પહેલાં મને આમ કરવા દો .” એમ કહીને એમણે એ વીસ ડોલરની નોટને બે હાથની હથેળીમાં મસળીને દડા જેવી બનાવી દીધી .
પછી ડૉ.મેથ્યુએ શ્રોતાઓને ઉદ્દેશીને પૂછ્યું :” હવે આ નોટ તમને લેવી ગમશે ?”
બધાંના હાથ હકારમાં ફરી ઊંચા થયા .
ત્યારબાદ ડૉ .મેથ્યુએ એ નોટને જમીન ઉપર ફેંકી એમના બુટની એડીથી બરાબર જોરથી કચરી નાખી અને એને ગંદી જોવી ન ગમે એવી કુરૂપ કરી નાખી .
પછી,આ કરચલીઓવાળી અને ગંદી નોટને નીચેથી ઉપાડી હાથમાં લઇ સૌને બતાવતાં એમણે શ્રોતાઓને કહ્યું :
” હજુ પણ આ નોટને સ્વીકારવા માગતા હોય એ હાથ ઊંચા કરે “
કોઇપણ અપવાદ સિવાય બધા જ શ્રોતાઓના હાથ ઊંચા થઇ ગયા .
ડૉ.મેથ્યુએ એમનું પ્રવચન આગળ ચલાવ્યુ:
મિત્રો, આજે આ ૨૦ ડોલરની નોટ મારફતે તમે તમારા જીવન માટે બહું જ મૂલ્યવાન બોધપાઠ શીખ્યા છો .
મેં આ ૨૦ ડોલરની નોટને મસળી,મચડી,પગ નીચે કચડીને જોવી ન ગમે એવી ગંદી અને ગોબરી બનાવી દીધી એમ છતાં તમે બધાં એને સ્વીકારવા તૈયાર થઇ ગયા એનું શું કારણ ? એનું કારણ એ કે એ એના કોઇપણ સ્વરૂપમાં આ નોટના મૂળભૂત મૂલ્યમાં કોઈ ફેરફાર થયો ન હતો, એની કિંમત હંમેશા ૨૦ ડોલરની જ રહેવાની.
એવી જ રીતે આપણે આપણી જિંદગીમાં સાચા ખોટા નિર્ણયો લઈએ ,આપણા માર્ગમાં આવતા વિપરીત સંજોગો નીચે કચડાઈએ ,નીચે પછડાઈ જઈએ ત્યારે હિંમત હારી જઈને હિણપતની લાગણી અનુભવીએ છીએ .પરંતુ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે કોઇપણ સંજોગોમાં આ ૨૦ ડોલરના મૂલ્યની માફક આપણે આપણું એક મનુષ્ય તરીકેનું મૂળભૂત મુલ્ય ગુમાવતા નથી .
મનુષ્યમાં પડેલી શક્તિઓનું મુલ્ય અમુલ્ય છે .આ બધી શક્તિઓને કામે લગાડીને આપણે આપણી જિંદગીનો રાહ સુપેરે કંડારી આગળ વધવું જોઈએ .”ડૉ. મેથ્યુના આ કથનથી ખુશ થઇને શ્રોતાઓએ એમને તાલીઓના ગડગડાટથી વધાવી લીધા.
સ્વર્ગ અને નર્ક
બોલ તારે પહેલા કોની મુલાકાત લેવી છે?” બાળકે કહ્યુ , “ પ્રભુ, પહેલા નરક બતાવો પછી સ્વર્ગમાં થોડો સમય આરામ કરવો હોઇ તો પણ વાંધો ન આવે.”
ભગવાન બાળકને લઇને નરકમાં ગયા. દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા. સૌ પ્રથમ ભોજનશાળાની મુલાકાતે ગયા. બાળકે જોયુ તો ત્યાં અનેક પ્રકારના ભોજન હતા. જાત જાતના પકવાનોના થાળ પડ્યા હતા. આમ છતા લોકો ભુખના માર્યા તરફડીયા મારી રહ્યા હતા. કેટલાકના મોઢામાંથી સારુ ભોજન જોઇને લાળો ટપકતી હતી પરંતું એ ભોજન લેતા ન હતા. બાળકે ભગવાનને પુછ્યુ , “ પ્રભુ આવુ કેમ ? ભોજન સામે હોવા છતા આ લોકો કેમ ખાતા નથી અને દુ:ખી થઇને રાડો પાડે છે?”
ભગવાને બાળકને કહ્યુ , “ બેટા , આ તમામ લોકોના હાથ સામે જો. બધાના હાથ સીધા જ રહે છે એને કોણીથી વાળી શકતા નથી અને એટલે એ ભોજનને હાથમાં લઇ શકે છે પણ પોતાના મુખ સુધી પહોંચાડી શકતા નથી. ભોજનને મુખ સુધી પહોંચાડવા એ હવામાં ઉંચે ઉડાડે છે અને પછી પોતાના મુખમાં ઝીલવા માટેનો પ્રયાસ કરે છે પણ એમા એ સફળ થતા નથી.”
બાળકે દલીલ કરતા કહ્યુ , “ પ્રભુ આ તો નરકના લોકો માટે હળાહળ અન્યાય જ છે. ભોજન સામે હોવા છતા તમે કરેલી કરામતને કારણે હાથ વળતો નથી અને એ ખાઇ શકતા નથી.” ભગવાને કહ્યુ , “ ચાલ બેટા હવે તને સ્વર્ગની ભોજનશાળા બતાવું એ જોઇને તને નરક અને સ્વર્ગ વચ્ચેનો ભેદ બહુ સરળતાથી સમજાઇ જશે અને હું અન્યાય કરુ છુ કે કેમ તે પણ તને ખબર પડી જશે.”
બાળક ભગવાનની સાથે સ્વર્ગની ભોજનશાળામાં ગયો. અહિંયા નરકમાં હતા એ જ પ્રકારના બધા ભોજન હતા અને એવી જ વ્યવસ્થાઓ હતી છતાય બધાના ચહેરા પર આનંદ હતો. બધા શાંતિથી ભોજન લઇ રહ્યા હતા. બાળકે ધ્યાનથી જોયુ તો અહિંયા પણ દરેક લોકોની શારિરીક સ્થિતી નરક જેવી જ હતી મતલબ કે કોઇના હાથ કોણીથી વળી શકતા નહોતો પરંતું લોકો ભોજન લેતી વખતે એકબીજાને મદદ કરતા હતા સામ-સામે બેસીને પોતાના હાથમાં રહેલો કોળીયો સામેવાળી વ્યક્તિના મુખમાં મુકતા હતા અને સામેવાળી વ્યક્તિના હાથમાં રહેલો કોળિયો પોતાના મુખમાં સ્વિકારતા હતા.
બાળકે ભગવાનની સામે જોઇને હસતા હસતા કહ્યુ , “ પ્રભુ મને સ્વર્ગ અને નરક વચ્ચેનો તફાવત બરોબર સમજાઇ ગયો.”
સ્વર્ગ મેળવવા માટે મરવાની જરુર નથી એકબીજાને મદદ કરવાની ભાવના હોય તો આ ધરતી પર જ સ્વર્ગની અનુભૂતિ થશે. ‘તારુ જે થવુ હોય તે થાય હું મારુ કરુ’ આવી વિચારસરણી જ્યાં છે તે નરક છે અને ‘ મારુ જે થવુ હોય તે થાય પહેલા હું તારુ કરુ’ આવી ભાવના જ્યાં છે ત્યાં સ્વર્ગ
સંઘર્ષ વિના સફળતા નહીં !...
જીવશાસ્ત્રના એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને એક ઈયળનું રૂપાંતર પતંગિયામાં કેવી રીતે થાય છે, તે સમજાવતા હતા. તેમણે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે હવે થોડા જ કલાકોમાં પતંગિયું પોતાના કોશેટામાંથી બહાર આવવા મથશે,
પરંતુ કોઈએ એને કશી મદદ કરવાની નથી. આટલું કહીને એ બહાર ગયા. આ બાજુ વિદ્યાર્થીઓ રાહ જોતા રહ્યા અને છેવટે ન થવાનું જ થયું. પતંગિયું કોશેટામાંથી બહાર આ...વવા તરફડતું હતું અને એક વિદ્યાર્થીને એની દયા આવી ગઈ અને શિક્ષકની આજ્ઞાને અવગણીને પતંગિયાને મદદ કરવાનું એણે નક્કી કર્યું.
એણે પેલા કોશેટાને જ તોડી નાંખ્યું, જેથી પતંગિયાને ઝાઝો સંઘર્ષ ન કરવો પડે. પરંતુ થોડા જ વખતમાં પતંગિયું તો મરી ગયું.
શિક્ષક પાછા આવ્યા ત્યારે એમણે હકીકત જાણી. એમણે પેલા વિદ્યાર્થીને સમજાવ્યું કે પતંગિયાને મદદ કરવા જઈને જ એણે એને મારી નાંખ્યું હતું, કારણ કે કુદરતનો એ નિયમ છે કે કોશેટામાંથી બહાર આવતી વખતે પતંગિયાને જે મથામણ કરવી પડે છે, તેના પરિણામે એની પાંખો મજબૂત થાય છે. એ છોકરાએ પતંગિયાને સંઘર્ષમુક્ત કર્યું અને પતંગિયું મરણશરણ થયું. આ કિસ્સાનો બોધપાઠ શીખીએ. જીવનમાં કશું જ મૂલ્યવાન સંઘર્ષ વગર મળતું નથી.
માબાપ તરીકે આપણે ઘણીવાર બાળકોને અનુભવનું બળ મેળવવા જરૂરી સંઘર્ષ કરવામાંથી વંચિત રાખીએ છીએ, પણ એથી તો તેમનો વિકાસ રૂંધાય છે...
બસ બહુ થયું, ઇનફ ઇઝ ઇનફ
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
ચલો અચ્છા હુઆ કામ આ ગઈ દીવાનગી અપની, વર્ના હમ ઝમાનેભર કો સમઝાને કહાં જાતે,
'કતીલ' અપના મુકદ્દર ગમ સે બેગાના અગર હોતા, તો ફિર અપને પરાયે હમસે પહચાને કહાં જાતે.
-કતીલ શિફાઈ
દરેક વસ્તુ, દરેક વાત, દરેક ઘટના અને દરેક સંબંધની એક હદ હોય છે. આ હદની મર્યાદા અને મરતબો જળવાવો જોઈએ. માણસની સમજણ અને સંસ્કાર તેને સતત એવું કહેતા રહે છે કે બને ત્યાં સુધી કંઈ ન તોડવું, કંઈ ન છોડવું. છેડો ફાડવાનું સહેલું હોતું નથી, પણ જ્યારે કોઈ જ શક્યતાઓ બચી ન હોય ત્યારે માણસે કઠોર અને ન ગમતાં નિર્ણયો પણ કરવા પડે છે. યોગ્ય સમયે આવા નિર્ણયો મુલત્વી રાખીએ તો એ પણ પીડા આપે છે.
એક સ્વિમરે જિંદગી અને સ્વિમિંગ વિશે કહ્યું કે, આ બંને બહુ એકસરખા છે. પાણીનો એક નિયમ એ છે કે પાણી ગમે તેટલું ઊંડું હોય તોપણ તમે ડૂબી નથી જતા, સવાલ એટલો જ હોય છે કે તમને તરતાં આવડવું જોઈએ. કેવા વહેણમાં કેવી રીતે તરવું એ જ આવડત જિંદગીમાં પણ કામ લાગે છે કે કેવા સંજોગોમાં કેવી રીતે જીવવું. જ્યારે દરિયામાં ભંવર સર્જાય ત્યારે ગમે તેવો તરવૈયો પણ ગોથું ખાઈ જાય છે. આ સમયે બેસ્ટ વિકલ્પ એ જ હોય છે કે બહાર નીકળી જવું. માણસને પણ જિંદગીમાં એટલી ખબર હોવી જોઈએ કે ક્યાં સ્ટોપ કરવું અને ક્યાંથી વિડ્રો થવું. યોગ્ય સમયે અંત આણવો એ પણ ઓછું ઇમ્પોર્ટન્ટ નથી. શક્યતાઓ ઉપર પૂર્ણવિરામ મુકાય ત્યારે નવો પ્રારંભ જ એકમાત્ર રસ્તો હોય છે. ધરાર કંઈ પણ ન કરવું, કારણ કે મન મારીને કરાતું કામ શ્રમ સિવાય કંઈ જ નથી અને જબરજસ્તીથી નિભાવાતાં સંબંધોમાં પીડા સિવાય કંઈ જ મળતું નથી.
એવું કહેવાય છે કે અડધે રસ્તેથી કંઈ પણ અધૂરું ન છોડવું, કારણ કે પાછા વળીને પણ તમારે અડધો રસ્તો કાપવાનો જ હોય છે. વાત હિંમત ન હારવાની હોય ત્યારે આ અડધા રસ્તાવાળી વાત બહુ સાચી છે. શક્ય હોય ત્યાં સુધી પાછા વળવું કોઈને પણ ગમતું નથી. છતાં જો એવું જ લાગે કે હવે એક ડગલું પણ આગળ જઈ શકાય તેમ નથી ત્યારે પાછા વળી જવામાં પણ કંઈ ખોટું નથી. ફના પણ ત્યારે જ થવું જોઈએ જ્યારે તમારી ફનાગીરીની કોઈને કદર હોય. બધું જ કરી છૂટો જો એનું કોઈ તાત્પર્ય હોય, જેના માટે ખતમ થવા તૈયાર હોઈએ એને જ જો કોઈ ખબર કે કોઈ અસર ન હોય તો આપણા પ્રયાસો મૂર્ખામીમાં જ ખપે છે.
જિંદગીમાં ઘણા એવા સંજોગો આવે છે જ્યારે આપણે 'ઈસ પાર યા ઉસ પાર ' નો નિર્ણય કરવો પડે છે. આવા સમયે આપણો નિર્ણય આપણી બાકીની જિંદગીનો ફેંસલો કરતો હોય છે. શાંતિનો નિર્ણય કે સમાધાનનો નિર્ણય જેટલો અઘરો હોય છે તેનાથી અનેકગણો અઘરો નિર્ણય યુદ્ધનો હોય છે. તમે ઇતિહાસ તપાસી જુઓ, યુદ્ધનો નિર્ણય લેનાર દરેક વ્યક્તિએ એવું જ કહ્યું છે કે અમારા માટે યુદ્ધનો નિર્ણય લેવો અઘરો હતો. યોગ્ય સમયે યુદ્ધનો પણ નિર્ણય ન લઈએ તો એ કાયરતામાં ખપી જતો હોય છે. ઘણાં સંજોગો જ એવા હોય છે કે સમાધાન કરતાં આપણને હાર વધુ વાજબી લાગે છે. ઘૂંટણિયા ટેકવી દેનારાઓએ પછી ગુલામીમાં જ જીવવું પડે છે.
બસ બહુ થયું. ઇનફ ઈઝ ઇનફ. એવું લાગે ત્યારે પણ દિલની વાત સાંભળવી જોઈએ. આપણી સમાજરચના અને સિસ્ટમ જ એવી છે કે લોકો આપણને સતત સમાધાન અને સહેલો રસ્તો પકડવાની જ સલાહ આપે. આવી સલાહ આપનારાઓ આપણું ભલું ઇચ્છતા હોય એવું શક્ય છે, પણ આપણે એ પણ વિચારવું જોઈએ કે આપણે શું કરવું છે? જો આપણે નક્કી કરી લઈએ કે આમ જ કરવું છે તો પછી કોઈની સલાહ લેવાનું પણ ટાળવું જોઈએ. મહાત્મા ગાંધીજીએ સાઉથ આફ્રિકાથી પાછા ફરીને સત્યાગ્રહ કરવા વિશે કોઈની સલાહ લીધી હોત તો તેના વડીલોએ પણ કદાચ એવું જ કહ્યું હોત કે સરસ મજાની વકીલાત ચાલે છે સારું કમાય છે, આ બધું છોડીને સત્યાગ્રહ કરવાથી શું મળવાનું છે? આવું કરવા માટે તને ભણાવ્યો હતો? વિદેશ મોકલ્યો હતો? ગાંધીજીએ ક્યારેય કોઈની સલાહ લીધી ન હતી કે હું આવું કરું કે નહીં?
અમુક તબક્કે માણસે પોતે જ એવો નિર્ણય કરવો પડે છે કે બસ હવે આમ જ કરવું છે. સવાલ કરિયરનો હોય કે જિંદગીનો, સુખનો હોય કે સંબંધનો, પ્રેમનો હોય કે નફરતનો, અમુક સમયે અમુક નિર્ણયો લેવાના જ હોય છે. ગમતું કરવા માટેની સૌથી પહેલી શરત એ જ હોય છે કે ન ગમતું ક્યારેય ન કરવું. આવા સમયે ધ્યાન એટલું જ રાખવાનું કે આંધળુકિયાં ન કરીએ. આપણા વિશેની સ્પષ્ટતા આપણને હોવી જ જોઈએ. બધું જ વિચારીને એક વાર નિર્ણય કરી લો અને પછી એ નિર્ણય વિશે ક્યારેય કોઈ અફસોસ ન કરો, નિર્ણય ખોટો પડે તો પણ. બધા જ નિર્ણયો સાચા પડે એવું જરૂરી નથી, છતાં, આપણાં દરેક નિર્ણયનું આપણને ગૌરવ હોવું જોઈએ. ઘણી વખત નિર્ણય ન લેવા કરતાં ખોટો નિર્ણય પણ સારો હોય છે, કારણ કે આ નિર્ણયમાં સાચા પડવાનો એક વિકલ્પ પણ જીવતો હોય છે. ઘણી વખત માણસનો એક નિર્ણય ખોટો પડે પછી એ બીજો નિર્ણય લેતા ડરે છે, જરૂરી નથી કે બધા નિર્ણયો ખોટા પડે. દરેક બાબતે માણસે વિચાર કરવો જોઈએ પણ એટલો લાંબો વિચાર પણ ન કરવો કે કોઈ નિર્ણય ઉપર જ ન આવી શકાય.
દોસ્તી, પ્રેમ કે કોઈ પણ સંબંધ તોડવાનો નિર્ણય જિંદગીમાં સૌથી અઘરો હોય છે. સંબંધો સુખ આપે છે અને જિંદગી જીવવાનું બળ આપે છે. એ વાત સાચી પણ સંબંધ જો સાચો ન હોય તો એ સુખને બદલે દુઃખ જ આપે છે. પ્રેમને બદલે પીડા જ આપે છે, સાંત્વનાને બદલે વેદના જ આપે છે. સંબંધ માટે પણ એ જરૂરી હોય કે આપણે સમજીએ કે કયો સંબંધ સાચો છે અને કયો ખોટો છે. જે સંબંધમાં સત્ત્વ ના હોય એને પકડી રાખવાથી પણ કંઈ મળવાનું નથી. એ વાત બરાબર છે કે પ્રેમ કે સંબંધમાં કોઈ અપેક્ષા ન રાખો પણ એટલિસ્ટ આપણા સંબંધની કદર અને ગૌરવ તો હોવાં જ જોઈએ. સંબંધ સાચો હોય તો તમારી જાતને ઘસી નાખો પણ જાતને ઘસતાં પહેલાં એ ચકાસી લો કે સંબંધ સાચો છે કે ખોટો?
સંબંધોની બાબતમાં મૂર્ખ ઠરવું સૌથી વધુ જોખમી છે, કારણ કે તેની અસર સીધી દિલને થાય છે. આપણે કોઈના માટે સતત સળગતા રહીએ અને સામેથી ક્યારેય એકેય તણખો પણ ન ઝરે તો યાદ રાખવાનું કે આપણું આવું સળગવું સરવાળે રાખ જ થવાનું છે. હૂંફ માટે બધું કરો પણ જ્યારે તાપ લાગવા માંડે ત્યારે ચેતી જાવ.
છેલ્લો સીનઃ
જેનો ઉદ્દેશ ઊંચો છે, તેણે આરામપ્રિય જિંદગી અને દરેક વ્યક્તિને રાજી રાખવાની વૃત્તિથી દૂર રહેવું જોઈએ. -ઇમર્સન
બાબાસાહેબ આંબેડકરની ઈમાનદારી :
આ ઘટના આઝાદી પહેલાની છે. 1943માં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને વાઇસરોય કાઉન્સિલ,અ દાખલ કરવામાં આવ્યા અને તેમને મજુર મંત્રી બનાવ્યા. તેની સાથે તેમની પાસે PWD એટલે કે પબ્લિક વર્ક ડીપાર્ટમેન્ટ પણ સોપવામાં આવ્યો. આ વિભાગનું બજેટ કરોડોમાં હતું અને એ વખતે બીજા કોન્ટ્રાક્ટરો તેને લેવાની પડાપડી કરતા હતા.
આવી જ એક લાલચમાં દિલ્હીના એક મોટા ઠેકેદારે પોતાના પુત્રને બાબાસાહેબના પુત્ર યશવંત રાય પાસે મોકલ્યો અને બાબાસાહેબ દ્વારા આ ઠેકો લેવા માટે પોતાના પાર્ટનર બનાવવા અને 20 થી 25% કમીશન આપવા માટે પ્રસ્તાવ મોકલ્યો. યશવંતરાય આ વાતમાં આવી ગયા અને તેના પિતા બાબાસાહેબ પાસે આ સંદેશો આપવા પહોંચી ગયા.
જ્યાં બાબાસાહેબે આ વાત સાંભળી કે તરત જ તેઓ ગુસ્સે થઇ ગયા. અને કહ્યું, “હું અહીં ફક્ત સમાજના ઉદ્ધાર માટે બેઠો છું. હું મારા સંતાનોને પાળવા અહીં નથી બેઠો. આવી લોભ-લાલચ મને મારા ધ્યેયથી ડગાવી નહિ શકે.”
એ જ રાત્રે યશવંત રાયને ભૂખ્યા પેટે મુંબઈ મોકલી દીધો.
• 2. બાબાસાહેબ અને લાઈબ્રેરીયન
ડૉ. આંબેડકરે પોતાના જીવનમાં ઘણા બધા કષ્ટોનો સામનો કર્યો. સાથે સાથે ભણતર પણ ગૌણ ન થવા દીધું. ભણતર પ્રત્યેનું એમની ધગશને કારણે વડોદરાના મહારાજાએ તેમને ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. “બાબાસાહેબને પુસ્તકો વાંચવાનો ખુબ જ શોખ હતો. કહેવાય છે કે એ સમયે એમની પર્સનલ લાઈબ્રેરી દુનિયાની સૌથી મોટી લાઈબ્રેરી ગણાતી હતી. જેમાં 50 હજાર કરતા પણ વધારે પુસ્તકો હતા.”
લંડન પ્રવાસ દરમિયાન તેઓ દરરોજ એક લાઈબ્રેરીમાં જતા હતા અને કલાકો સુધી વાંચન કરતા હતા. એક વાર બપોરના ભોજન સમયે તેઓ લાઈબ્રેરીમાં બેસીને બ્રેડના એક એક ટુકડા ખાઈ રહ્યા હતા અને તે જ વખતે એક લાઈબ્રેરિયને તેને જોઈ લીધા અને તેને ઠપકો આપ્યો કે તું કેફેટેરીયામાં જવાની બદલે તું અહીં જ બેઠો બેઠો ખાય છે. તેમની પર દંડ લાગશે અને મેમ્બરશિપ પણ ખત્મ થઇ જશે એવી ધમકી પણ આપી.
ત્યારે જ બાબાસાહેબે ક્ષમા માગી અને પોતાના સમાજના સંઘર્ષ વિષે જણાવ્યું કે આવા કારણે હું ઇંગ્લેન્ડ આવ્યો છું. મારી પાસે કેફેટેરીયામાં જવાના રૂપિયા નથી.
બાબાસાહેબની વાત સાંભળીને પેલો લાઇબ્રેરીયન બોલ્યો – ‘આજથી તુ લંચના સમયે તું અહી ન બેસતો, મારી સાથે કેફેટેરીયા આવજે મારું ભોજન તને આપીશ.’
એ લાઇબ્રેરીયન યહૂદી(jew) હતો. આવા વ્યવહારને કારણે બાબાસાહેબના મનમાં યહુદીઓ માટે એક વિશેષ સ્થાન બની ગયું હતું.
• 3. ખ્યાલ કોણ રાખશે?
આ ઘટના તે સમયની છે જયારે ડૉ. આંબેડકર અમેરિકાની કોલંબિયા યુનિવર્સીટીમાં ભણી રહ્યા હતા. દરરોજ સવારે લાઈબ્રેરી ખુલ્યા પહેલા જ તેઓ પહોંચી જતા હતા અને બધા નીકળી જાય પછી જ નીકળતા હતા. ઘણી વાર તો લાઈબ્રેરીનો સમય વધારવા માટે પણ વિનંતી કરતા હતા.
આવું જોઇને એક ચપરાસી બોલ્યો, “શું તુ હમેશા ગંભીર જ રહે છે? આખો દિવસ ભણ્યા જ કરે છે કોઈ મિત્રો સાથે મોજ-મસ્તી નથી કરતો.”
ત્યારે બાબાસાહેબ બોલ્યા, “હું આવી મોજ-મસ્તી કરીશ તો મારા સમાજના લોકોનું ધ્યાન – ખ્યાલ કોણ રાખશે?
• 4. સંસ્કૃતનું જ્ઞાન
ડૉ.. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને સ્વતંત્ર ભારતના નવા સંવિધાનની રચના માટે બનાવેલી સંવિધાન કમિટી (Drafting Committee of the Constitution) ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.
જયારે ભાષા ઉમેરવાની વાત આવી ત્યારે ડૉ. બાબાસાહેબે બધી ભાષાઓની જનની એવી ‘સંસ્કૃત’ ભાષાને ઉમેરવાની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ મોટાભાગના લોકોના વિરોશને કારણે તે શક્ય ન બન્યું. આ સમયે એક વાર સંસ્કૃત ભાષાને લઈને બાબા સાહેબ આંબેડકર અને શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વચ્ચે ચર્ચા થતી હતી તે પણ સંસ્કૃતમાં જ.
લાલ બહાદુર શાસ્ત્રી પાસે સંસ્કૃત ભાષાના જ્ઞાનની અપેક્ષા રાખી શકાય પણ અશિક્ષિત દલિત પરિવારમાં જન્મેલા બાબાસાહેબ પાસે સંસ્કૃત ભાષામાં એટલી સારી પકડ હતી કે કોઈએ વિચાર્યું પણ નહિ હોય.
• 5. ચપરાસી નહિ, પાણી નહિ.
બાબાસાહેબ દલિત જ્ઞાતિના હતા જેને સમાજમાં નીચું સ્થાન આપવામાં આવ્યું હતું અને તેમના અછુત માનવામાં આવતાં હતા. આ કારણોસર કોલેજમાં પણ બીજા વિદ્યાર્થીઓ સાથે બેસાડવામાં નહોતા આવતાં. તેમને બહાર બેસીને અભ્યાસ કરવો પડતો હતો. તેમને વિદ્યાલયના નળ પણ અડવાની માની હતી જયારે બીજા વિદ્યાર્થીઓ મન ચાહે ત્યારે નળમાંથી માંથી પાણી પી શકતા હતા.
ફક્ત એક શરતથી તેમને પાણી પીવાની છૂટ આપી હતી એ હતી કે કોઈ પણ ચપરાસી ઉપસ્થિત હોય તો તેની હાજરીમાં જ પાણી પી શકાતું હતું. કોઈ સમયે ચપરાસી હાજર ન હોય તો તેમને પાણી પીવા ન મળતું હતું. આવી પરિસ્થિતિને તેમને એક જ વાક્યમાં લખી છે : No peon, No water. ‘જો ચપરાસી નહિ તો પાણી પણ નહિ.’
મિત્રો, આ લેખ આપણા સૌના જીવનમાં ઉતારવા જેવો છે. આ લેખ તમે તમારા એવા 2 પ્રિય લોકોને મોકલો ડીજીટલ ગીફ્ટના માધ્યમથી. અમે આવા બીજા લેખ પણ અમારી વેબસાઈટમાં મુક્યા છે. નીચે ક્લિક કરી લેખ વાંચી શકો છો.
ખેડૂત અને ભગવાન
એક ખેડૂત ભગવાનની ખુબ ભક્તિ કરતો હતો. સવાર સાંજ ભગવાનને ધરાવીને જ જમતો હતો. એક બાજુ તે ભગવાનને માનતો હતો બીજી બાજુ ભગવાનથી નારાજ પણ રહેતો હતો.
તે ખેડૂત આખા વર્ષ દરમિયાન મહેનતથી કામ કરતો અને પાક ઉગાડતો, પણ જયારે પાક કાપવાનો સમય આવતો ત્યારે તેને આંખમાંથી આંસુ આવતાં હતા. કોઈક વાર વધારે વરસાદથી, તો કોઈક વાર ઓછા વરસાદને કારણે, કોઈ વાર ખુબ ગરમી પડવાને કારણે તો કોઈવાર વાદળછાયા વાતાવરણને કારણે તેનો પાક બગડી જતો હતો. આ કારણે તેને ભગવાન પર ગુસ્સો પણ આવતો હતો.
એક દિવસ એતે ભગવાનના મંદિરે ગયો અને ભગવાનની મૂર્તિ સામે જોઇને બોલ્યો, “ભગવાન તમે સર્વજ્ઞાની છો, સર્વજ્ઞાતા છો, પણ મને લાગે છે કે તમને ખેતીના વિષયમાં સહેજ પણ જાણકારી નથી. હું આખો વર્ષ મહેનત કરું છું પણ ખેતીના વિષયમાં તમારી જાણકારીના અભાવને લીધે મારો અડધો પાક તો નિષ્ફળ જાય છે. તમે એક વાર મારા હિસાબે બધું ઠીક કરી આપો પછી જોવો પાક કેટલો સારો થાય છે અને તમને પણ ખેતી વિષે શીખવા મળશે. ફક્ત એક વાર મારા હિસાબથી ખેતીમાં મદદ કરો, જયારે હું ચાહું ત્યારે વરસાદ અને જયારે હું ચાહું ત્યારે તાપ.
ખેડૂતની વાત સાંભળીને ભગવાન હસતા હસતા બોલ્યા, “ઠીક છે, એક વર્ષ સુધી તુ જે માંગે છે તે પ્રમાણે થશે.” ભગવાનની વાત સાંભળીને પેલો ખેડૂત ખુશ થઈને જતો રહ્યો.
બીજા દિવસે સવારથી જ તે ખેતરે જવા નીકળી પડ્યો. તેણે જમીનમાં ઘઉંનું વાવેતર કર્યું. હવે તો તે પોતાના મનનો રાજા હતો. જયારે વિચારે ત્યારે વરસાદ અને જયારે વિચારે ત્યારે ધૂપ. પોતાના ખેતરમાં આંધી, વાવાઝોડુ તો આવવા જ ન દીધું. આ વખતે તો તેની ફસલ પણ લહેરાતી હતી. આ બધું જોઇને તેની ખુશી પણ વધતી જતી હતી. સાથે સાથે તેને મનમાં ગર્વ પણ થયો કે ભગવાનને શું ખબર પડે ખેતીમાં, અને હું તો બધું જ જાણું છું.
આખરે એ દિવસ પણ આવ્યો જે દિવસનો એ ખેડૂતને ઈન્તેજાર હતો. ફસલ કાપવા માટે પહોંચી ગયો. જેવી શરૂઆત કરી કે જોયું દુરથી તો ઘઉંનો પાક સારો દેખાતો હતો પરંતુ કાપ્યા પછી ખબર પડી કે અંદર તો એક પણ બીજ નથી. તે ખેડૂત પોતાનું માથું પકડીને રડવા માંડ્યો, “હે ભગવાન તમે આ શું કર્યું?”
તેની વાત સાંભળી ભગવાન બોલ્યા, “બેટા આ તો થવાનું જ હતું, જે સંઘર્ષથી ઘઉંના છોડમાં બીજ આવે છે તે તો તે કરવા ન દીધું. ન તો તે તાપનો સામનો કરવા દીધો ન તો તે વરસાદનો સામનો કરવા દીધો. સંઘર્ષ વિના કરેલી ખેતીનો અંજામ સારો નથી હોતો. એટલા માટે ઘઉંના છોડમાં બીજ નથી. સોનાને પણ સુંદર ઘરેણા બનવા માટે આગમાં તપવું પડે છે, હથોડાનો માર સહન કરવો પડે છે.
વાર્તા નાની છે પરંતુ બોધ ઘણો મોટો છે. જીવનમાં આવતી મુશ્કેલીઓ, પરેશાનીઓ આપણી અંદર રહેલી છુપી શકીતોને બહાર કાઢવામાં મદદ કરે છે. વિચારો જો આપણા જીવનમાં પરેશાનીઓ અથવા મુસીબતો જ ન હોય તો!!!! આપમેળે બધું મળી જતું હોય તો શું આપણે નવું વિચારીએ? શું આપણે કઈ નવું કરી શકીએ? ન જ કરી શકીએ. વિના સંઘર્ષથી મળેલી સફળતા ન તો ટકી શકે, ન તો વાસ્તવિક ખુશી આપી શકે.
જીવનમાં આવનારી આવી ચુનોતીઓનો સામનો કરતા કરતા આગળ વધેલા લોકોને જે સુખ મળે છે તે વાસ્તવિક સુખ હોય છે અને તેવું સુખ સંસારની બીજી કોઈ વસ્તુ નથી આપી શકતી.
એક મહિલા એના પુત્રની સાકર વધારે પડતી ખાવાની આદતથી પરેશાન હતી. ઘણું સમજાવ્યો તે છતાં દીકરો એ આદત છોડતો નહોતો.
મહિલાને થયું દીકરાને પોતાના પ્રેરણામૂર્તિ ગાંધીજી પાસે લઈ જાઉં, બાપુની સલાહ માનીને દીકરો આદત છોડી દેશે એવો એને વિશ્વાસ હતો.
દીકરાને એ અમદાવાદમાં ગાંધીજી પાસે એમના આશ્રમમાં લઈ ગઈ અને કહ્યું:
‘બાપુ, મારો દીકરો સાકર બહુ ખાય છે. એના સ્વાસ્થ્ય માટે એ સારું નથી. કૃપા કરીને તમે એને આ આદત છોડી દેવાનું કહો.’
બાપુએ મહિલાની વાત શાંતિથી સાંભળી, પણ એમણે છોકરાને કોઈ સલાહ આપવાની ના પાડી, અને મહિલાને કહ્યું:
‘તમે ઘેર પાછાં ફરો, બે અઠવાડિયાં પછી ફરી આવો.’
મહિલા થોડીક નારાજ થઈ. એણે કહ્યું: ‘બાપુ અમે બહુ દૂરથી, તકલીફ વેઠીને આવ્યાં છીએ.’ પરંતુ બાપુ માન્યા નહીં.
મહિલા ઘેર પાછી ફરી. બે અઠવાડિયાં પછી ફરી દીકરાને બાપુ પાસે લઈ આવી.
ત્યારે બાપુએ છોકરાને ઉદ્દેશીને કહ્યું:
‘જો બેટા, તું સાકર ખાવાનું છોડી દે. તારા સ્વાસ્થ્ય માટે એ સારું નથી.’
છોકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગયો, અને સાકર ખાવાની આદત છોડી દેવાનું વચન આપ્યું.
માતાને આશ્ચર્ય થયું. એણે બાપુનો આભાર માન્યો, પણ પૂછ્યું:
‘તમે આ જ સલાહ પેલા દિવસે કેમ નહોતી આપી? એને માટે બે અઠવાડિયાં કેમ લીધાં?’
બાપુએ હસીને નમ્રતાપૂર્વક જવાબ આપ્યો:
‘જુઓ બહેન, બે અઠવાડિયાં પહેલાં હું પોતે પણ સાકર ખાતો હતો.‘

સત્ય અને સફળતા ઉછીનાં મળતાં નથી-- ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
ક્યા જાને ક્યા ગુઝર ગઈ જાને ગરીબ પર, આંસુ ભી કુછ ટપક પડે ઇક દિન હંસી કે સાથ,
વો બેદિલી કે સાથ હો યા ખુશદિલી કે સાથ, અબ તક તો ચલ રહે હૈં હમ ઝિન્દગી કે સાથ.
-મહેવી સિદ્દીકી
દરેક માણસ સફળ થવા માટે આધાર, ઉદાહરણ, પ્રેરણા અને પ્રોત્સાહન શોધતાં હોય છે. દરેક માણસની નજર સામે એક ચહેરો હોય છે, જે એના આઈડિયલનો હોય છે. દરેક માણસના મનમાં એને જ્યાં પહોંચવું હોય એનો માઇલસ્ટોન હોય છે. ઘણી વખત આપણને કોઈ આંગળી પકડીને આગળ લઈ જનારું મળતું હોય છે, તો ઘણી વખત કોઈ આંગળી ચીંધીને આપણને મંઝિલ તરફનો માર્ગ બતાવતું હોય છે. જોકે, અંતે તો આપણે જ આપણી દિશા પકડવાની હોય છે. જે હંમેશાં કોઈના દોરવાયા દોરવાઈ જતાં હોય એને ખોરવાઈ કે ખોટકાઈ જવાનું જોખમ રહે છે.
નાના હોઈએ ત્યારે મા-બાપ આંગળી પકડીને ચાલતાં શીખવે છે. પણ એ કાયમ આંગળી પકડી રાખતાં નથી. પગ ખોડવાનું શીખી જઈએ એટલે આંગળી છોડી દે છે. એની પાછળ આડકતરો ઇશારો એવો જ હોય છે કે હવે તમે તમારી મેળે ચાલો. સફળતાનું પણ એવું જ છે. છેલ્લે તો આપણે જ ચાલવાનું હોય છે. હા, પ્રેરણા અને ઉદાહરણ જરૂરી છે પણ એ આપણે નક્કી કરેલા માર્ગે ચાલવા માટે હોવા જોઈએ. ઘણી વખત આપણે એવી ભૂલ કરી બેસીએ છીએ કે આપણે કોઈની ડિટ્ટો કોપી જેવા બનવાનો પ્રયત્ન કરીએ છીએ અને આપણી ઓરિજિનાલિટી જ ખોઈ બેસીએ છીએ. કાર્બન કોપી ક્યારેય ઓરિજિનલ હોતી નથી.
દરેકે પોતાની મંઝિલ પોતે જ નક્કી કરવી જોઈએ. તમારું સત્ય અને તમારી સફળતા તમારી જ હોવી જોઈએ. દુનિયામાં જેટલા મહાન લોકો થયા છે તેની જિંદગી જોઈ લો, એ બધાએ પોતાના નિર્ણયો માટે ક્યારેય બીજાના નિર્ણયો પર આધાર રાખ્યો નથી. પ્રેરણાને જો સમજીએ નહીં તો ઘણી વખત એ આપણને આડા માર્ગે લઈ જાય છે. તમારે કોઈના જેવા બનવાનું નથી, તમારે તમે છો એ જ બનવાનું છે. કોઈએ સફળ થવા માટે કેટલી મહેનત કરી એ ચોક્કસ નજર સમક્ષ રાખો પણ તમારી મંઝિલ તમે જ નક્કી કરો.
તમે બીજા જેવા બનવા જશો તો કદાચ બની જશો પણ તમારી નોંધ પછી તમે જેના જેવા છો તેના આધારે જ થશે. તમે તમારી આગવી ઓળખ ઊભી નહીં કરી શકો. સૂરજ દરરોજ સવારે ઊગે છે. આપણને ખબર છે કે સૂરજ કેવો છે એટલે આપણે દરરોજ તેની સામે જોતા નથી કે આજે સૂરજ કેવો ઉગ્યો છે. પણ બે ઘડી કલ્પના કરો કે સૂરજ દરરોજ અલગ અલગ રંગ ધારણ કરીને ઊગતો હોત તો? તો લોકો દરરોજ એ જોત કે આજે સૂરજ કયા રંગનો છે. આજે સૂર્યનાં કિરણો લાલ છે કે ગુલાબી? ચંદ્રનો આકાર રોજ બદલાય છે. પૂનમનો ચાંદ એટલે જ આપણને આકર્ષે છે. પૂનમનો પૂર્ણ ચાંદ આકાશમાં હોય ત્યારે ચોક્કસ આપણું ધ્યાન જાય છે.
બીજી એક કલ્પના કરો. દુનિયાનાં બધાં જ ફૂલો એકસરખાં હોત તો? બગીચાનું કોઈ મહત્ત્વ રહ્યું હોત? ગુલાબ ગુલાબ છે એટેલે જ તેનું મહત્વ છે. મોગરો મોગરો છે એટલે જ એ ગુલાબથી જુદો છે. તમે તમે જ છો અને તમે બધાથી જુદા છો. એક્ટિંગ સ્કૂલના ટીચરે તેના વિદ્યાર્થીઓને કહ્યું કે યાદ રાખો, તમારે અમિતાભ બનવાનું નથી. અમિતાભ બનવા જશો તો અસરાની પણ નહીં બની શકો. અમિતાભે રાજેશ ખન્નાના સ્થાને પહોંચવા રાજેશ ખન્ના જેટલી અને કદાચ તેનાથી વધુ મહેનત કરી હશે પણ અમિતાભે ક્યારેય રાજેશ ખન્ના જેવી જ એક્ટિંગ કરી નથી. કિશોર કુમારે જ્યારે ગાવાનું શરૂ કર્યું ત્યારે એ અદ્દલોઅદ્દલ સાયગલ જેવો સ્વર કાઢતાં હતા. એક ઉસ્તાદ તેના ઘરે આવ્યા. કિશોરકુમારના ફાધર ઉસ્તાદને કિશોરકુમાર પાસે લઈ ગયા અને કહ્યું કે જુઓ મારો દીકરો એકદમ સાયગલ જેવું જ ગાય છે. ઉસ્તાદે કિશોરકુમારને સાંભળીને કહ્યું કે એ વાતમાં બે મત નથી કે તું પરફેક્ટલી સાયગલ જેવું જ ગાઈ શકે છે પણ એક વસ્તુ યાદ રાખજે કે તું એના જેવું જ ગાતો રહીશ તો તારી ઓળખ ક્યારેય બનવાની નથી. તારે સાયગલ નહીં પણ કિશોરકુમાર બનવાનું છે. એ પછી કિશોરકુમારે ગાવાની પોતાની સ્ટાઈલ વિકસાવી અને દુનિયાને એક જુદા જ કિશોરકુમાર મળ્યા.
દરેક વ્યક્તિને કુદરતે કદાચ એટલે જ જુદી બનાવી છે કે દરેકે જુદી રીતે એટલે કે પોતાની રીતે જીવવાનું હોય છે. તમારા વિચારોનું સર્જન તમે પોતે કરો. તમારા સત્યનું નિર્માણ તમે જ કરો. કેટલાંક સત્ય યુનિવર્સલ હોય છે અને કેટલાંક સત્ય અંગત હોય છે. મારું સત્ય તમારા કરતાં જુદું હોઈ શકે અને તમારું સત્ય બધા કરતાં જુદું જ છે. આ સત્ય એટલે પોતપોતાની માન્યતા. મહાત્મા ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝનું અંતિમ ધ્યેય એક જ એટલે કે આઝાદી જ હતું પણ આઝાદી મેળવવા માટેની માન્યતા બંનેની જુદી જુદી હતી. કોની માન્યતા સાચી અને કોની માન્યતા ખોટી હતી, કોનો રસ્તો સારો હતો અને કોનો રસ્તો ખરાબ હતો એ એની જગ્યાએ છે પણ બંને પોતપોતાની માન્યતા પ્રતિ દૃઢ હતા એ મહત્ત્વનું હતું. સુભાષચંદ્ર બોઝ એટલે જ સુભાષચંદ્ર બોઝ છે, કારણ કે એણે ક્યારેય ગાંધીજી બનવાનો પ્રયત્ન કર્યો ન હતો.
દરેક માણસમાં એક એવી ખૂબી હોય છે જે બીજા કોઈમાં હોતી નથી, તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે બીજાની ખૂબીને જ નજર સમક્ષ રાખીએ છીએ. કોણે શું કર્યું? કેવી રીતે કર્યું? એ આપણે જોઈએ છીએ અને પછી આપણે તેનું જ અનુસરણ કરીએ છીએ. વિચારો અને ક્રિએટિવિટીનું પણ એવું જ છે. તમે જો બીજા જેવા જ રસ્તા અપનાવશો તો તમારો રસ્તો ક્યારેય બનાવી નહીં શકો. તમારી કલ્પના અને તમારા સપનાને તમારી રીતે જ વિકસવા અને વિસ્તરવા દો.
દરિયાની રેતી તમે જોજો. દરિયો ખડક સાથે અથડાતો રહે છે અને તેમાંથી રેતીનું સર્જન થાય છે પણ રેતી ગમે એટલી વખત પછડાશે તોપણ ખડક નહીં બની શકે. ઘણાં લોકો પોતાને જ અંડરએસ્ટિમેટ કરીને બીજા જેવા જ માની લે છે. ઘણી વખત માણસને એવા પણ વિચાર આવે છે કે મારી હેસિયત શું છે? આપણે ક્યાં કંઈ કરી શકીએ એમ છીએ? આવા વિચાર આવતા હોય તો માનજો કે તમે ખોટું વિચારી રહ્યા છો. તમે બેસ્ટ છો અને તમે જે કરો છો એ બેસ્ટ રીતે કરો તો તમે એકસ્ટ્રા ઓડિનરી જ છો. તમે વિચારો કે તમે જે કરો છો એમાં બેસ્ટ છો? નથી તો કેવી રીતે બની શકાય એ વિચારો. દરેક મહાનતા સાર્વત્રિક નથી હોતી, મોટાભાગની મહાનતા વ્યક્તિગત હોય છે. કામ ભલે નાનું હોય પણ મારા જેવું કોઈ ન કરી શકે. બગીચો નાનો હોય કે મોટો એનું મહત્ત્વ હોતું નથી, ફૂલ કેવાં ખીલે છે એ જ મહત્ત્વનું હોય છે. દરેકનું પોતાનું એક સામ્રાજ્ય હોય છે, એટલિસ્ટ પોતાના રાજ્યના તો પોતે રાજા હોવા જ જોઈએ. દરેકને પોતાનું પ્રાઉડ હોવું જ જોઈએ અને એ ત્યારે જ હોય જ્યારે તમે બીજાથી જુદા એટલે કે તમારા જેવા જ હો. બીજા જે કરે છે એ કરવા દો, તમારે જે કરવું છે અને તમે જે કરો છો એ બેસ્ટ કરો. નવું વર્ષ શરૂ થઈ ગયું છે, નક્કી કરો કે હું મારા જેવો જ બનીશ. તમે અનોખા છો. બસ તમને તમારી સાચી ઓળખ હોવી જોઈએ.
છેલ્લો સીન :
સમાધાન કરવા તૈયાર જ હોય એવા લોકો ક્યારેય બળવો કરી શકતા નથી. -કેમાલ આતાતુર્ક
(‘સંદેશ’ તા. 18મી નવેમ્બર,2012. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના જીવનના 5 પ્રેરણાદાયી પ્રસંગો
બાબાસાહેબ આંબેડકરની ઈમાનદારી :
આ ઘટના આઝાદી પહેલાની છે. 1943માં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને વાઇસરોય કાઉન્સિલ,અ દાખલ કરવામાં આવ્યા અને તેમને મજુર મંત્રી બનાવ્યા. તેની સાથે તેમની પાસે PWD એટલે કે પબ્લિક વર્ક ડીપાર્ટમેન્ટ પણ સોપવામાં આવ્યો. આ વિભાગનું બજેટ કરોડોમાં હતું અને એ વખતે બીજા કોન્ટ્રાક્ટરો તેને લેવાની પડાપડી કરતા હતા.
આવી જ એક લાલચમાં દિલ્હીના એક મોટા ઠેકેદારે પોતાના પુત્રને બાબાસાહેબના પુત્ર યશવંત રાય પાસે મોકલ્યો અને બાબાસાહેબ દ્વારા આ ઠેકો લેવા માટે પોતાના પાર્ટનર બનાવવા અને 20 થી 25% કમીશન આપવા માટે પ્રસ્તાવ મોકલ્યો. યશવંતરાય આ વાતમાં આવી ગયા અને તેના પિતા બાબાસાહેબ પાસે આ સંદેશો આપવા પહોંચી ગયા.
જ્યાં બાબાસાહેબે આ વાત સાંભળી કે તરત જ તેઓ ગુસ્સે થઇ ગયા. અને કહ્યું, “હું અહીં ફક્ત સમાજના ઉદ્ધાર માટે બેઠો છું. હું મારા સંતાનોને પાળવા અહીં નથી બેઠો. આવી લોભ-લાલચ મને મારા ધ્યેયથી ડગાવી નહિ શકે.”
એ જ રાત્રે યશવંત રાયને ભૂખ્યા પેટે મુંબઈ મોકલી દીધો.
• 2. બાબાસાહેબ અને લાઈબ્રેરીયન
ડૉ. આંબેડકરે પોતાના જીવનમાં ઘણા બધા કષ્ટોનો સામનો કર્યો. સાથે સાથે ભણતર પણ ગૌણ ન થવા દીધું. ભણતર પ્રત્યેનું એમની ધગશને કારણે વડોદરાના મહારાજાએ તેમને ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. “બાબાસાહેબને પુસ્તકો વાંચવાનો ખુબ જ શોખ હતો. કહેવાય છે કે એ સમયે એમની પર્સનલ લાઈબ્રેરી દુનિયાની સૌથી મોટી લાઈબ્રેરી ગણાતી હતી. જેમાં 50 હજાર કરતા પણ વધારે પુસ્તકો હતા.”
લંડન પ્રવાસ દરમિયાન તેઓ દરરોજ એક લાઈબ્રેરીમાં જતા હતા અને કલાકો સુધી વાંચન કરતા હતા. એક વાર બપોરના ભોજન સમયે તેઓ લાઈબ્રેરીમાં બેસીને બ્રેડના એક એક ટુકડા ખાઈ રહ્યા હતા અને તે જ વખતે એક લાઈબ્રેરિયને તેને જોઈ લીધા અને તેને ઠપકો આપ્યો કે તું કેફેટેરીયામાં જવાની બદલે તું અહીં જ બેઠો બેઠો ખાય છે. તેમની પર દંડ લાગશે અને મેમ્બરશિપ પણ ખત્મ થઇ જશે એવી ધમકી પણ આપી.
ત્યારે જ બાબાસાહેબે ક્ષમા માગી અને પોતાના સમાજના સંઘર્ષ વિષે જણાવ્યું કે આવા કારણે હું ઇંગ્લેન્ડ આવ્યો છું. મારી પાસે કેફેટેરીયામાં જવાના રૂપિયા નથી.
બાબાસાહેબની વાત સાંભળીને પેલો લાઇબ્રેરીયન બોલ્યો – ‘આજથી તુ લંચના સમયે તું અહી ન બેસતો, મારી સાથે કેફેટેરીયા આવજે મારું ભોજન તને આપીશ.’
એ લાઇબ્રેરીયન યહૂદી(jew) હતો. આવા વ્યવહારને કારણે બાબાસાહેબના મનમાં યહુદીઓ માટે એક વિશેષ સ્થાન બની ગયું હતું.
• 3. ખ્યાલ કોણ રાખશે?
આ ઘટના તે સમયની છે જયારે ડૉ. આંબેડકર અમેરિકાની કોલંબિયા યુનિવર્સીટીમાં ભણી રહ્યા હતા. દરરોજ સવારે લાઈબ્રેરી ખુલ્યા પહેલા જ તેઓ પહોંચી જતા હતા અને બધા નીકળી જાય પછી જ નીકળતા હતા. ઘણી વાર તો લાઈબ્રેરીનો સમય વધારવા માટે પણ વિનંતી કરતા હતા.
આવું જોઇને એક ચપરાસી બોલ્યો, “શું તુ હમેશા ગંભીર જ રહે છે? આખો દિવસ ભણ્યા જ કરે છે કોઈ મિત્રો સાથે મોજ-મસ્તી નથી કરતો.”
ત્યારે બાબાસાહેબ બોલ્યા, “હું આવી મોજ-મસ્તી કરીશ તો મારા સમાજના લોકોનું ધ્યાન – ખ્યાલ કોણ રાખશે?
• 4. સંસ્કૃતનું જ્ઞાન
ડૉ.. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને સ્વતંત્ર ભારતના નવા સંવિધાનની રચના માટે બનાવેલી સંવિધાન કમિટી (Drafting Committee of the Constitution) ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.
જયારે ભાષા ઉમેરવાની વાત આવી ત્યારે ડૉ. બાબાસાહેબે બધી ભાષાઓની જનની એવી ‘સંસ્કૃત’ ભાષાને ઉમેરવાની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ મોટાભાગના લોકોના વિરોશને કારણે તે શક્ય ન બન્યું. આ સમયે એક વાર સંસ્કૃત ભાષાને લઈને બાબા સાહેબ આંબેડકર અને શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વચ્ચે ચર્ચા થતી હતી તે પણ સંસ્કૃતમાં જ.
લાલ બહાદુર શાસ્ત્રી પાસે સંસ્કૃત ભાષાના જ્ઞાનની અપેક્ષા રાખી શકાય પણ અશિક્ષિત દલિત પરિવારમાં જન્મેલા બાબાસાહેબ પાસે સંસ્કૃત ભાષામાં એટલી સારી પકડ હતી કે કોઈએ વિચાર્યું પણ નહિ હોય.
• 5. ચપરાસી નહિ, પાણી નહિ.
બાબાસાહેબ દલિત જ્ઞાતિના હતા જેને સમાજમાં નીચું સ્થાન આપવામાં આવ્યું હતું અને તેમના અછુત માનવામાં આવતાં હતા. આ કારણોસર કોલેજમાં પણ બીજા વિદ્યાર્થીઓ સાથે બેસાડવામાં નહોતા આવતાં. તેમને બહાર બેસીને અભ્યાસ કરવો પડતો હતો. તેમને વિદ્યાલયના નળ પણ અડવાની માની હતી જયારે બીજા વિદ્યાર્થીઓ મન ચાહે ત્યારે નળમાંથી માંથી પાણી પી શકતા હતા.
ફક્ત એક શરતથી તેમને પાણી પીવાની છૂટ આપી હતી એ હતી કે કોઈ પણ ચપરાસી ઉપસ્થિત હોય તો તેની હાજરીમાં જ પાણી પી શકાતું હતું. કોઈ સમયે ચપરાસી હાજર ન હોય તો તેમને પાણી પીવા ન મળતું હતું. આવી પરિસ્થિતિને તેમને એક જ વાક્યમાં લખી છે : No peon, No water. ‘જો ચપરાસી નહિ તો પાણી પણ નહિ.’
મિત્રો, આ લેખ આપણા સૌના જીવનમાં ઉતારવા જેવો છે. આ લેખ તમે તમારા એવા 2 પ્રિય લોકોને મોકલો ડીજીટલ ગીફ્ટના માધ્યમથી. અમે આવા બીજા લેખ પણ અમારી વેબસાઈટમાં મુક્યા છે. નીચે ક્લિક કરી લેખ વાંચી શકો છો.
ખેડૂત અને ભગવાન
એક ખેડૂત ભગવાનની ખુબ ભક્તિ કરતો હતો. સવાર સાંજ ભગવાનને ધરાવીને જ જમતો હતો. એક બાજુ તે ભગવાનને માનતો હતો બીજી બાજુ ભગવાનથી નારાજ પણ રહેતો હતો.
તે ખેડૂત આખા વર્ષ દરમિયાન મહેનતથી કામ કરતો અને પાક ઉગાડતો, પણ જયારે પાક કાપવાનો સમય આવતો ત્યારે તેને આંખમાંથી આંસુ આવતાં હતા. કોઈક વાર વધારે વરસાદથી, તો કોઈક વાર ઓછા વરસાદને કારણે, કોઈ વાર ખુબ ગરમી પડવાને કારણે તો કોઈવાર વાદળછાયા વાતાવરણને કારણે તેનો પાક બગડી જતો હતો. આ કારણે તેને ભગવાન પર ગુસ્સો પણ આવતો હતો.
એક દિવસ એતે ભગવાનના મંદિરે ગયો અને ભગવાનની મૂર્તિ સામે જોઇને બોલ્યો, “ભગવાન તમે સર્વજ્ઞાની છો, સર્વજ્ઞાતા છો, પણ મને લાગે છે કે તમને ખેતીના વિષયમાં સહેજ પણ જાણકારી નથી. હું આખો વર્ષ મહેનત કરું છું પણ ખેતીના વિષયમાં તમારી જાણકારીના અભાવને લીધે મારો અડધો પાક તો નિષ્ફળ જાય છે. તમે એક વાર મારા હિસાબે બધું ઠીક કરી આપો પછી જોવો પાક કેટલો સારો થાય છે અને તમને પણ ખેતી વિષે શીખવા મળશે. ફક્ત એક વાર મારા હિસાબથી ખેતીમાં મદદ કરો, જયારે હું ચાહું ત્યારે વરસાદ અને જયારે હું ચાહું ત્યારે તાપ.
ખેડૂતની વાત સાંભળીને ભગવાન હસતા હસતા બોલ્યા, “ઠીક છે, એક વર્ષ સુધી તુ જે માંગે છે તે પ્રમાણે થશે.” ભગવાનની વાત સાંભળીને પેલો ખેડૂત ખુશ થઈને જતો રહ્યો.
બીજા દિવસે સવારથી જ તે ખેતરે જવા નીકળી પડ્યો. તેણે જમીનમાં ઘઉંનું વાવેતર કર્યું. હવે તો તે પોતાના મનનો રાજા હતો. જયારે વિચારે ત્યારે વરસાદ અને જયારે વિચારે ત્યારે ધૂપ. પોતાના ખેતરમાં આંધી, વાવાઝોડુ તો આવવા જ ન દીધું. આ વખતે તો તેની ફસલ પણ લહેરાતી હતી. આ બધું જોઇને તેની ખુશી પણ વધતી જતી હતી. સાથે સાથે તેને મનમાં ગર્વ પણ થયો કે ભગવાનને શું ખબર પડે ખેતીમાં, અને હું તો બધું જ જાણું છું.
આખરે એ દિવસ પણ આવ્યો જે દિવસનો એ ખેડૂતને ઈન્તેજાર હતો. ફસલ કાપવા માટે પહોંચી ગયો. જેવી શરૂઆત કરી કે જોયું દુરથી તો ઘઉંનો પાક સારો દેખાતો હતો પરંતુ કાપ્યા પછી ખબર પડી કે અંદર તો એક પણ બીજ નથી. તે ખેડૂત પોતાનું માથું પકડીને રડવા માંડ્યો, “હે ભગવાન તમે આ શું કર્યું?”
તેની વાત સાંભળી ભગવાન બોલ્યા, “બેટા આ તો થવાનું જ હતું, જે સંઘર્ષથી ઘઉંના છોડમાં બીજ આવે છે તે તો તે કરવા ન દીધું. ન તો તે તાપનો સામનો કરવા દીધો ન તો તે વરસાદનો સામનો કરવા દીધો. સંઘર્ષ વિના કરેલી ખેતીનો અંજામ સારો નથી હોતો. એટલા માટે ઘઉંના છોડમાં બીજ નથી. સોનાને પણ સુંદર ઘરેણા બનવા માટે આગમાં તપવું પડે છે, હથોડાનો માર સહન કરવો પડે છે.
વાર્તા નાની છે પરંતુ બોધ ઘણો મોટો છે. જીવનમાં આવતી મુશ્કેલીઓ, પરેશાનીઓ આપણી અંદર રહેલી છુપી શકીતોને બહાર કાઢવામાં મદદ કરે છે. વિચારો જો આપણા જીવનમાં પરેશાનીઓ અથવા મુસીબતો જ ન હોય તો!!!! આપમેળે બધું મળી જતું હોય તો શું આપણે નવું વિચારીએ? શું આપણે કઈ નવું કરી શકીએ? ન જ કરી શકીએ. વિના સંઘર્ષથી મળેલી સફળતા ન તો ટકી શકે, ન તો વાસ્તવિક ખુશી આપી શકે.
જીવનમાં આવનારી આવી ચુનોતીઓનો સામનો કરતા કરતા આગળ વધેલા લોકોને જે સુખ મળે છે તે વાસ્તવિક સુખ હોય છે અને તેવું સુખ સંસારની બીજી કોઈ વસ્તુ નથી આપી શકતી.
મહાત્મા ગાંધીનો સંદેશ: પહેલાં સ્વયંને બદલો
એક મહિલા એના પુત્રની સાકર વધારે પડતી ખાવાની આદતથી પરેશાન હતી. ઘણું સમજાવ્યો તે છતાં દીકરો એ આદત છોડતો નહોતો.
મહિલાને થયું દીકરાને પોતાના પ્રેરણામૂર્તિ ગાંધીજી પાસે લઈ જાઉં, બાપુની સલાહ માનીને દીકરો આદત છોડી દેશે એવો એને વિશ્વાસ હતો.
દીકરાને એ અમદાવાદમાં ગાંધીજી પાસે એમના આશ્રમમાં લઈ ગઈ અને કહ્યું:
‘બાપુ, મારો દીકરો સાકર બહુ ખાય છે. એના સ્વાસ્થ્ય માટે એ સારું નથી. કૃપા કરીને તમે એને આ આદત છોડી દેવાનું કહો.’
બાપુએ મહિલાની વાત શાંતિથી સાંભળી, પણ એમણે છોકરાને કોઈ સલાહ આપવાની ના પાડી, અને મહિલાને કહ્યું:
‘તમે ઘેર પાછાં ફરો, બે અઠવાડિયાં પછી ફરી આવો.’
મહિલા થોડીક નારાજ થઈ. એણે કહ્યું: ‘બાપુ અમે બહુ દૂરથી, તકલીફ વેઠીને આવ્યાં છીએ.’ પરંતુ બાપુ માન્યા નહીં.
મહિલા ઘેર પાછી ફરી. બે અઠવાડિયાં પછી ફરી દીકરાને બાપુ પાસે લઈ આવી.
ત્યારે બાપુએ છોકરાને ઉદ્દેશીને કહ્યું:
‘જો બેટા, તું સાકર ખાવાનું છોડી દે. તારા સ્વાસ્થ્ય માટે એ સારું નથી.’
છોકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગયો, અને સાકર ખાવાની આદત છોડી દેવાનું વચન આપ્યું.
માતાને આશ્ચર્ય થયું. એણે બાપુનો આભાર માન્યો, પણ પૂછ્યું:
‘તમે આ જ સલાહ પેલા દિવસે કેમ નહોતી આપી? એને માટે બે અઠવાડિયાં કેમ લીધાં?’
બાપુએ હસીને નમ્રતાપૂર્વક જવાબ આપ્યો:
‘જુઓ બહેન, બે અઠવાડિયાં પહેલાં હું પોતે પણ સાકર ખાતો હતો.‘
ગાંધીજીના જીવનના પાવન પ્રસંગો
ચંપારણની વાત છે. ત્યાંના નીલવરોના અન્યાય ને અત્યાચારોની બાપુએ તપાસ શરૂ કરેલી અને પ્રજામાં કંઇક ચેતન આવ્યું હતું. બાપુએ ઠેકઠેકાણે શાળાઓ ખોલેલી તેની પણ લોકો પર સારી અસર થવા માંડી હતી. ગોરા નીલવરો આથી ગભરાયા હતા.
કોઇએ બાપુને કહ્યું, “અહીંનો અમુક નીલવર સૌથી દુષ્ટ છે. તે આપનું ખૂન કરાવવા માગે છે ને તેને માટે તેણે મારા રોક્યા છે.”
આ સાંભળીને બાપુ એક દિવસ રાત્રે એકલા પેલા ગોરાને બંગલે પહોંચ્યા ને કહેવા લાગ્યા: “મેં સાંભળ્યું છે કે મને મારી નાખવા માટે તમે ગોરાઓ રોક્યા છે, એટલે કોઇને કહ્યા વગર હું એકલો આવ્યો છું.”
પેલો બિચારો સ્તબ્ધ થઇ ગયો.
2).સ્વચ્છતાનું મહત્વ
બિરલા કુટુંબ સાથે ગાંધીજીને ઘણો જ ગાઢ સંબંધ હતો. દિલ્હીમાં તેઓ બિરલા ભવનમાં જ ઊતરતા. તેમના જેવા મૂડીવાદીને ત્યાં ગાંધીજી રહેતા તેથી પ્રજાના એક વર્ગને એ ગમતું નહીં. બિરલા ગાંધીજીનો ખોટી રીતે લાભ ઉઠાવે છે એવું પણ એ વર્ગ કહેતો. તેમને ગાંધીજી વિનોદમાં કહેતા કે, ‘હું પાકો વાણિયો છું. બિરલાજી મને વટાવી શકે એમ નથી.’
એક વાર બિરલા ભવનમાં ગાંધીજીનો વસવાટ હતો. સવારમાં તેઓ સ્નાનની તૈયારીમાં હતા. પણ નાહવાની ઓરડીમાં બિરલાજી સ્નાન કરતા હતા. તેઓ સ્નાન કરીને બહાર આવ્યા પછી ગાંધીજી અંદર ગયા. અંદર જઈને જોયું તો બિરલાજીનું ભીનું ધોતિયું પડેલું હતું. તેને બાજુએ મૂકીને સ્નાન કરવા કરતાં ગાંધીજીએ તે જાતે જ ધોઈ નાખ્યું અને પછી નાહવા બેઠા. બિરલાજીનો નોકર ધોતિયું લેવા આવે તે પહેલાં તો દ્વાર બંધ થઈ ગયેલું. ગાંધીજીએ પોતાનો કચ્છ પણ જાતે જ ધોઈ નાખ્યો. એ બંને કપડાં લઈ તેઓ બહાર આવ્યા અને દોરીએ સૂકવતા હતા તે દરમિયાન બિરલાજી ઉતાવળા આવી પહોંચ્યા :
‘અરે બાપુ ! બાપુ ! આ શું કરો છો ?’ કહી પોતાનું ધોતિયું ગાંધીજીના હાથમાંથી ખેંચવા લાગ્યા. આ બનાવથી તેમને માઠું લાગ્યું.
ધોતિયું સૂકવતા સૂકવતા ગાંધીજી બોલ્યા : ‘મેં ધોયું તેથી બગડી શું ગયું ? અંદર પડેલું હતું. તેના પર કોઈનો મેલો પગ પડે તેના કરતાં ધોઈને સ્વચ્છ કર્યું એ તો સારું જ થયું ને ?’
‘બાપુ…..’ બિરલાજી ગણગણ્યા. ગાંધીજી જેવા મહાપુરુષે પોતાનું ધોતિયું ધોયું તેનો ખેદ અને નાહવાની ઓરડીની તરત સાફ કરવાની બેદરકારી માટે બિરલાજીને પશ્ચાત્તાપ થવા લાગ્યો. શું બોલવું તે તેમને સમજાયું નહીં. પછી થોડી વારે તેઓ બોલ્યા : ‘આટલો બધો કામનો બોજો હોવા છતાં બાપુ ! તમે એ શા માટે ધોયું ?’
ગાંધીજી : ‘જીવનમાં સ્વચ્છતાના કાર્ય સિવાય વળી બીજું મોટું કાર્ય કયું ?’
બિરલાજી શું બોલે ?
સ્વચ્છતા વિશે ગાંધીજીના કડક આગ્રહનો ખ્યાલ બિરલાજીને હતો જ પણ સ્વચ્છતાની આટલી ઊંચી માત્રાનો અનુભવ તો આ પ્રસંગે જ થયો.
3.
મનુબહેન ગાંધી
નોઆખલી ને બિહારના યજ્ઞમાં ઝંપલાવ્યા પછી 1947ની 30મી માર્ચના રોજ બાપુજીને લૉર્ડ માઉંતબૅટનને મળવા જવાનું થયું. વાઇસરૉયે તો બાપુજીને વિમાનમાં મળવા બોલાવેલા. પણ “જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય?” એમ કહી તેમણે તેનો ઇનકાર કર્યો. અને “ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું, એટલે હું તો આગગાડીમાં જ આવીશ.” એવો નિશ્ચય કર્યો.
ગરમી અસહ્ય હતી. ચોવીસ કલાકનો રસ્તો હતો. એમણે મને બોલાવીને કહ્યું; “ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો.”
મેં સામાન તો ઓછામાં ઓછો લીધો. પણ સ્ટેશને સ્ટેશને બાપુજીના દર્શનાર્થીઓની એટલી ભીડ જામશે કે ઘડીયે એમને આરામ નહીં મળે; આમ વિચારીને મે બે ખાનાંવાળો ડબ્બો પસંદ કર્યો.એકમાં સામાન રખાવ્યો અને બીજામાં બાપુજીને સૂવાબેસવાનું રાખ્યું.
પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9-30 વાગ્યે ઊપડે. ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન 10 વાગ્યે લેતા. હું બીજા ખાનામાં જઇ સામાન ખોલી બાપુજી માટે ખાવાનું તૈયાર કરવા ગઇ. થોડી વારે બાપુજીવાળા ખાનામાં આવી. બાપુજી તો લખવામાં પડ્યા હતા. મને પૂછ્યું.”ક્યાં હતી?” મેં કહ્યું, “અહીં ખાવાનું તૈયાર કરતી હતી.” તેમણે મને બારીએથી બહાર નજર નાખી જોવાનું કહ્યું. મેં બહાર જોયું તો લોકો લટકતા હતા. મને મીઠો ઠપકો મળ્યો:”આ બીજા ખાનાનું તેં કહ્યું હતું ?”
મેં કહ્યું :”હા બાપુજી, હું અહીં જ બધું કામકાજ કરું-સ્ટવ પર દૂધ ગરમ કરું,વાસણો સાફ કરું, તેથી આપને તકલિફ પડશે એમ જાણીને મેં બીજા ખાનાનું કહ્યું.”
“કેવો લૂલો બચાવ છે ! આંધળો પ્રેમ તે આનું નામ. એક સ્પેશિયલ પાછળ કેટલી ગાડીઓ રોકાય અને કેટલા હજારનું ખર્ચ થઇ પડે? એ મને કેમ પોસાય? હું જાણું છું કે તું આ બધું મારા ઉપરના અત્યંત પ્રેમને વશ થઇને કરે છે. પણ મારે તો તને ઊંચે ચડાવવી છે, નીચે નથી પછાડવી, એ તારે સમજવું જોઇએ. અને સમજી હો તો હું તને કહી રહ્યો છું અને તારી આંખમાંથી પાણી પડી રહ્યાં છે તે ન પડવાં જોઇએ. હવે એનું પ્રાયશ્ચિત્ત એ જ કે, તું બધો સામાન અહીં ખસેડી લે અને આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન-માસ્તરને મારી પાસે બોલાવજે.”
હું તો થરથર કાંપતી હતી. સામાન તો ખસેડ્યો, પણ અમને બાપુજીની ચિંતા થતી હતી કે હવે કેમ થશે?વળી ટ્રેનમાં લખવાનું, વાંચવાનું, માટી લેવાનું, કાંતવાનું, મને ભણાવવાનું વગેરે બધું જ કામ !જેટલું ઘરમાં બેઠાં કરવાનું રહે તેટલું જ ટ્રેનમાં મુસાફરીમાં પણ ચાલુ રહે !
અંતે સ્ટેશન આવ્યું. સ્ટેશન-માસ્તરને બોલાવ્યા. બાપુજીએ એને મારું પરાક્રમ કહ્યું કે, “આ છોકરી મારી પૌત્રી છે, પણ બિચારી ભોળી ભલી છે. હજુ મને કદાચ સમજી નહીં હોય, તેથી જ આ બે ખાનાં પસંદ કર્યાં.એમાં એનો દોષ નથી. દોષ મારો જ. મારી કેળવણી એટલી અધૂરી હશે ને? હવે મારે અને એણે બંની પ્રાયશ્ચિત્ત કરવું રહ્યું. એટલે આ ખાનું ખાલી કરી નાખ્યું છે. તેનો ઉપયોગ તમે વધારાના પૅસેંજર લટકે છે તેને માટે કરો; તો જ મારું દુ:ખ હળવું થશે.”
સ્ટેશન-માસ્તરે ઘણી આજીજી કરી,પણ બાપુજી ક્યાં માને તેવા હતા? સ્ટેશન-માસ્તરે ત્યાં સુધી કહ્યું કે, “હું એ લોકો માટે બીજો ડબ્બો જોડાવી લઉં.”
બાપુએ કહ્યું:’બીજો ડબ્બો તો જોડવો જ જોઇએ, પણ આનો ઉપયોગ કરી લો. જે ન જોઇતું હોય છતાં વધારે મળે છે તે વાપરવું, તેમાં હિંસા છે. મળતી સગવડનો દુરુપયોગ કરાવી આ છોકરીને તમે બગાડવા માગો છો?” બિચારા સ્ટેશન-માસ્તર ઝંખવાણા પડી ગયા અને અંતે બાપુજીનું કહેવું માનવું પડ્યું.
તમે ચમત્કાર માં માનો છો ? હું પણ…. આમ છતાં કોઈકની શ્રધ્ધા નું બળ અથવા વ્યક્તિનું આત્મબળ ન માની શકાય એવું કૈક કરી જાય છે.સાવ સામાન્ય માણસની આ વાત છે,કોણ કેવી રીતે ઘડાતો હોય છે અને કોણ એને ઘડતો હોય છે?આ બે સવાલ અને તેના જવાબ મને આ એક પ્રસંગ થી મળ્યા જે તમારી આગળ….
મારા ઘરમાં એક છોકરી કામ કરતી હતી,હવે તો એના લગ્ન થઇ ગયા,પણ એ છોકરી એની દાદી સાથે આવતી.હવે કિશોર વયમાં બુટ્ટી માળા બંગડી પહેરવાના શોખ હોય.તેથી એક દિવસ ચાંદીના ઝાંઝર પહેરીને આવી, હવે છમ છમ છમ અવાજ મને પહેલેથી જરાય પસંદ નહિ.મેં પોતે કોઈ દિવસ ઘુઘરી વાળા ઝાંઝર પહેર્યા ય નથી અને મારી દીકરીઓને પણ અવાજ થાય એવા પહેરવા નથી દીધા.ખબર નહિ કેમ પણ ઘુઘરીઓનો અવાજ મને બહુ ડીસ્ટર્બ કરે.તો મેં બે દિવસ રાહ જોઈ કે આ છોકરી કદાચ કાલથી નહિ પહેરી આવે, પણ એવું કાઈ બન્યું નહિ એટલે મેં એને સમજાવ્યું કે કામ કરવા જઈએ ત્યારે આવા દાગીના પહેરીને ન જવાય.એટલે ડરના માર્યા એણે એક બીજો રસ્તો અપનાવ્યો.
તે એ કે, ઘરેથી ઝાંઝર પહેરીને આવે,અને અમારા કમ્પાઉન્ડમાંએક ગોખલા જેવું છે એમાં છુપાવી દે અને આ વાતની મને જરાય ખબર નહિ.હવે એકાદ બે દિવસમાં મારે પસ્તી આપવાની થઇ હોવાથી એક પસ્તી વાળા વર-વહુ જતા હતા તેમને બોલાવ્યા એ માણસ કાઈ નિયમિત રીતે અમારી સોસાઈટીમાં આવતો નહિ.પણ મેં બોલાવ્યો.અને પાછળ પસ્તી રાખી છે તે લઇ લે અને અહિયાં વજન કર એમ કરી મેં એને પાછળ મોકલ્યો.આ દાદી-પૌત્રી ઘરની અંદર હતા.પસ્તીવાળાનું કામ પત્યું, અને તે ચાલ્યો ગયો.
હજી દસેક મિનીટ થઇ ત્યાં દાદી બુમો પાડતી મારી પાસે આવી,અને કહે કે,આ છોકરીના ઝાઝરાં ચોરાઈ ગયા, હેં?!એ ક્યાં પહેર્યા હતા ?પછી બધું રહસ્ય ખુલ્યું ને એક છોકરાને મેં કહ્યું કે,”હજી એ પસ્તીવાળો બહુ દુર નહિ ગયો હોય તું સ્કુટર લઈને જા,” એ બધે ફરી વળ્યો પણ કોઈ મળે?!છોકરી ને દાદી રડે કે બેન બે હજારના ઝાઝરાં…..હુંય શું બોલું?રોજ સવારે પસ્તીવાળા ની રાહ જોઇને બહાર બેસું.કોઈ ન દેખાય.ચાર-પાંચ દિવસ પછી એ જ માણસ નીકળ્યો,પણ તેની વહુ ન હતી સાથે.મેં જોરથી બુમ પાડીને એને બોલાવ્યો.
એ આવ્યો અને મેં ઝડી વરસાવી,”તે દિવસે તું ને તારી વહુ આવ્યા હતા તે પાછળ ગોખલામાં થી ગરીબ માણસના ઝાંઝર ચોરતાં શરમ ન આવી,કોઈનું લઈને પાછા આરામથી જાણે કઈ જ બન્યું ન હોય તેમ બધે ફરો છો? તમે ય ગરીબ છો અને આ બિચારા મહેનત કરીને ખાનારનું ચોર્યું છે તે તમને કોઈ કાળે પચશે નહિ…” એ તો શિયાવિયા થઇ ગયો,માફી માગવા માંડ્યો અને કહે કે હું હમણાં જ અડધા કલાકમાં જ આપી જાઉં છું.મને જરાય વિશ્વાસ ન બેઠો,પણ અડધા કલાકે સાચે જ તે આવ્યો અને મને જે કહ્યું તે,
“બા,આ વસ્તુ જયારે હું લઈને જતો હતો ત્યારે જાણે મારી પાછળ કોઈ દોડતું હોય અને મને ખેંચતું હોય એવું લાગ્યું અને હું બહુ જ ડરી ગયો બે ત્રણ રાત હું ઊંઘી ન શક્યો.અને મેં ઝાંઝર પાછા આપવાનું નક્કી કર્યું જ હતું પણ તમે મને જે કહ્યું ને તેથી મને બહુ પસ્તાવો થયો તે બા આ લો ઝાઝરાં પાછા,હવે કદી આવું કામ નહિ કરું.પણ મને સોસાઈટી માં આવતો બંધ ન કરાવતા.”
તે ‘દિ થી છોકરી ઝાંઝર ભૂલી ગઈ અને પેલો માણસ ચોરી કરવાનું ભૂલી ગયો. ત્યારથી હું એ જ માણસને હમેશા પસ્તી આપું છું.
1.
સોમિલ એક બહુરાષ્ટ્રીય કંપનીમાં સીનીયર મેનેજર હતું. તેનો રેકાર્ડ હતો કે તેની ટીમ હમેશા કંપની સૌથી સરસ ટીમમાંથી એક હતી. માત્ર કામમાં જ નહી પણ આપસી મેળ અને વ્યકતિગત પ્રમોશનમાં પણ સોમિલની ટીમ સૌથી સરસ ગણાતી હતી. સોમિલની ટીમના જેટલા પણ સભ્ય હતા. બધા સોમિલને તેમના પરિવારના સભ્ય જેવો માનતા હતા. કંપનીએ નક્કી કર્યું કે સોમિલને ખાસરીતે સમ્માનિત કરાય. તેના માટે એક મોટું કાર્યક્ર્મ આયોજિત કરાયું. કંપની બધા મોટા અધિકારીઓને આમંત્રણ મોક્લ્યું. જેનાથી એ તેમના અનુભવને બધાની સાથે શેયર કરી શકે. સોમિલ ખૂબ જ સૌભય સ્વભાવનો હતો. જ્યારે તેને મંચ પર બોલાવ્યું અને તેનાથી પૂછ્યું કે એ કઈ વિચાર છે જે તમારામાં આટલી ઉર્જા ભરી નાખે છે/ સોમિલ બોલ્યું - આજે હું તમારાથી મારા જીવનના એક અનુભવ સંભળાવું છું.
મારું બાળપણ ખૂબજ સાધારણ રહ્યું છે. મારી બા બીજાના ઘર સાફ-સફાઈનો કામ કરતી હતી અને મારા પિતાજી દરરોજના મુજબ મજૂરી કરતા હતા. આમ તો મારા અભ્યાસ કે કોઈ પણ જરૂરમાં તેણે કોઈ કમી ન આવી. અને ના મને આ કમીનો અનુભવ થયું.
મને યાદ છે, એક દિવસ રોટલી શેકવામાં ખૂબ બળી ગઈ હતી હુ બેસો જોઈ રહ્યું હતું કે કોણ કેવી રીતે ખાશે? પિતાજી પર તો જેમ કોઈ અસર જ નહી થયું. તેણે રોટલી ઉપાડી અને શાક સાથે ખૂબ મજાથી ખાવા શરૂ કરી દીધા. માએ જોયું અને બોલી માફ કરજો આજે જલ્દીમાં રોટલી જરાક બળી ગઈ છે. પિતાજી, બોલ્યા- મને બળેલી રોટલી જ વધારે પસંદ છે અને તેમાં સ્વાદ પણ છે. જ્યારે મા ત્યાંથી ચાલી ગઈ તો મે પિતાજીથી પૂછ્યું- શું તમને સાચે બળેલી રોટલી પસંદ છે? પિતાજી બોલ્યા- આમે તારી બા બહુ થાકી ગઈ હતી અને આ બળેલી રોટલી ખાવાની વાત તો આમ છે કે એક દિવસ બળેલી રોટલી ખાવાથી હું માંદો તો પડીશ નહી. પણ તારી માને થોડી શાંરિથી ઉંઘ આવી જશે.
મિત્રો તે દિવસથી મે શીખ્યું કે અમારામાં થી દરેક માણસની અંદર કમી હોય છે. અમારામાંથી દરેક ક્યારે ન ક્યારે ભૂલ કરે છે પણ અમે તેની ભૂલને ઉભારવાની જગ્યા તેને સુધારવાના કામ કરવું, એક બીજાની તાકાત બનવું, તો એક સરસ કાલનો નિર્માણ કરી શકો છો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો