7th Pay Highlights
* અમલ 1/1/16 થી.
* ગ્રેડ પે રદ થાય છે.
* છઠ્ઠા પે માં 1/1/16 ના રોજ જે બેઝિક + ગ્રેડ પે હોય તેને 2.57 થી ગુણવો.
*
જે ફિગર આવે તેને 7માં પગાર પંચ ના કોઠા માં આપેલા પોતાને લાગુ પડતા બેઝિક
અને ગ્રેડપે ના ખાના માં ચેક કરો. જો બરાબર આપની ફિગર આવે તો તે આપનો
1/1/16 ના રોજ બેઝિક પગાર થશે, અને જો તે રકમ ના આપેલ હોય તો તરત તે રકમ થી
વધુ રકમ એટલે કે બંચિંગ મુજબ તે પછીના નીચેના ખાનામાં આપેલ રકમ આપનો
બેઝિક થશે.
*DA શૂન્ય થશે.
* HRA, Medical અને CLA ના નવા દર હવે પછીના 4 માસમાં નક્કી થશે. નક્કી ના થાય ત્યાં સુધી પ્રવર્તમાન દર ચાલુ રહેશે.
* નવા દર સરકાર જે તારીખે સ્વીકારે તે તારીખે થી અમલ માં આવશે.
* વાર્ષિક ઇંક્રીમેન્ટ 3% રહેશે.
* ઇંક્રીમેન્ટ માટે 1/1 અને 1/7 એમ 2 તારીખો આવશે.
નોકરીની મૂળ શરૂઆત ની તારીખ 1/1 થી 30/6 હોય તો ઇંક્રીમેન્ટ 1/1 ના રોજ
અને 1/7 થી 31/12 હોય તો ઇંક્રીમેન્ટ 1/7ના રોજ આપશે તેવું લાગે છે.*
* નવા બેઝિક માં HRA CLA અને Medical ઉમેરવાથી Gross Pay મળશે.
Example of Fixation
1/1/16
ના રોજ બેઝિક 59180 અને ગ્રેડ પે 10000 હોય તો 69180 x 2.57 = 177793 થાય.
હવે કોઠામાં 37400-67000 માં 10000 ગ્રેડ પે માં 177793 પછી નો સ્ટેજ
182700 છે. તો 1/1/16 ના રોજ બેઝિક 182700 થાય.
સરકારનો આભાર પણ ૭માં પગાર પંચનો સંપૂર્ણ લાભ આપોઃ કર્મચારી મહામંડળ
ગાંધીનગર
તા. ર :.. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી એ કેન્દ્ર સરકારના કર્મચારીઓને
સાતમા પગાર પંચનો લાભ આપવાની જાહેરાત કરતા સદર જાહેરાતને ગુજરાત રાજય
કર્મચારી મહામંડળ દ્વારા આવકારવામાં આવી છે.
ગત
તા. ૩૧-૭-ર૦૧૬ ના રોજ મહામંડળના પુર્વ પ્રમુખશ્રી આર. એ. પટેલના ગાંધીનગર
ખાતે વય નિવૃતિ સન્માન સમારોહ ગાંધીનગર મ્યુનિસીપલ કોર્પોરેશનના ડેપ્યુટી
મેયરશ્રી દેવેન્દ્રસિંહ ચાવડાના અધ્યક્ષ સ્થાને તથા સંકલન સમિતિના અધ્યક્ષ
શ્રી વિષ્ણુભાઇ પટેલના મહેમાનપદે યોજવામાં આવેલ હતો જેમાં ઉપસ્થિત તમામ
મહામંડળના હોદેદારો પ્રમુખ કાર્તિક ત્રિવેદી, મહામંત્રી આર. એચ. પટેલ તથા
સંકલન સમિતિના હોદેદારો અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઇ પટેલ, આર. એ. પટેલ,
પ્રવિણભાઇ સુતરીયા, પ્રવિણભાઇ સોલંકી, દેવમુરારી, જી. એમ. પટેલ, ચંદુભાઇ
જોષી વિગેરેએ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન
પટેલનો આભાર માન્યો હતો. આમ આવેદન પત્ર આપવાના બીજા જ દિવસે
મુખ્યમંત્રીશ્રીએ અમારી લાગણી અને માંગણીને પ્રાધાન્ય આપવા બદલ ગુજરાત રાજય
કર્મચારી મહામંડળ હૃદયથી આભાર વ્યકત કરે છે અને સાથે સાથે કેન્દ્ર સરકાર
દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ જે રીતે આપેલ છે
તે મુજબ સંપૂર્ણ લાભ આપવા માટેની જાહેરાત કરવા વિનંતી કરીએ છીએ. તેમ પ્રમુખ
કાર્તિક ત્રિવેદી અને મહામંત્રી આર. એચ. પટેલ જણાવે છે.