જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના દાહોદ, પંચમહાલ, અમરેલી, જૂનાગઢ, જામનગર, પોરબંદર જિલ્લાના જુનિયર ક્લાર્ક, તલાટી કમ મંત્રી, MPHW અને FHW પરીક્ષાના ઉમેદવારો પરીણામ જાણવા માટે
અહી કિલક કરો
ચોથા વર્ગ ના કર્મચારીઓ ને બુટ ચંપલ આપવા નો પરિપત્ર અહી કિલક કરો [પી.ડી.એફ.]
ચોથા વર્ગ ના કર્મેકારી ઓં ને ધુલાઇ ભથ્થું માં વધારો તા : ૨૮ /૦૨/૨૦૧ ૪ નો નવો પરિપત્ર [પી.ડી.એફ.] અહી કિલક કરો
એટીએમની
સુરક્ષા વધારવાના નામે બેન્ક હવે એટીએમ ઉપયોગની ‘ફી' વધારવાની તૈયારીમાં
છે. આ હેઠળ ન કેવળ પાંચ ફ્રી ટ્રાન્ઝેકશનની છૂટમાં ઘટાડો થઇ શકે છે પણ
સાથોસાથ જો બેન્કોનું ચાલશે તો તેઓ જે-તે શહેરોના આધારે ‘ફી'ની કિંમત પણ
નક્કી કરી શકે છે.
હાલ
અધિકતમ ફીઝની રકમ નક્કી કરવાનો અધિકાર ભારતીય રિઝર્વ બેન્ક પાસે છે પણ
હવે આ અધિકાર પણ અન્ય બેન્કોને આપવાનું રિઝર્વ બેન્ક વિચારી રહી છે. આનો
મતલબ એ થાય છે કે મફત ટ્રાન્ઝેકશનની છુટનો ઉપયોગ કરી લીધા બાદ ત્યાર
પછીના ટ્રાન્ઝેકશન માટે ગ્રાહકો પાસેથી કેટલી કિંમત વસૂલવી તે હવે બેન્ક
નક્કી કરશે. અત્યારે રિઝર્વ બેન્કે આ માટે વધુમાં વધુ ર૦ રૂપિયાની કિંમત
મર્યાદા ફિકસ કરી છે.
આ
ચર્ચા માટે યોજાયેલ બેઠકમાં ભાગ લેનાર એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ કે ‘ફી'
વધારવાનો અધિકાર બેન્કને સોંપી દેવા માટે મોટાભાગના અધિકારીઓ સંમત થયા
છે.
આ
ઉપરાંત શહેરોના આધાર અનુસાર મફત ટ્રાન્ઝેકશનની મર્યાદા ઘડી કાઢવાની
ફોર્મ્યુલા પણ બેન્કો ઘડી રહી છે. આ ફોર્મ્યુલા હેઠળ મેટ્રો અને મોટા
શહેરોમાં બેન્કોનું નેટવર્ક સારૂ હોવાને કારણે તમામ બેન્કો મફત
ટ્રાન્ઝેકશનની છૂટ ખતમ કરવાનું વિચારી રહી છે.
જયારે
નાના શહેરો અને નગરોમાં પાંચ મફત ટ્રાન્ઝેકશનની મર્યાદા ચાલુ રાખવા માટે
બેન્કોએ સંમતિ દર્શાવી છે. આ બાબતમાં અંતિમ નિર્ણય જો કે ભારતીય રિઝર્વ
બેન્કે લેવાનો રહેશે અને તેના આધાર પર એટીએમનો ઉપયોગ કરવા પર ગ્રાહકો
પાસેથી કેટલી ફીઝ વસૂલવી તેના નિયમો અને દિશા-નિર્દેશ તૈયાર કરવામાં આવશે.
ગત
નવેમ્બર મહિનામાં બેંગાલુરૂમાં કોર્પોરેશન બેન્કના એટીએમમાં એક મહિલા પર
થયેલા હુમલા બાદ બેન્કો પર સુરક્ષા વધારવાનું દબાણ થઇ રહ્યુ છે. આ માટે
હવે બેન્કો એટીએમ ટ્રાન્ઝેકશન ‘ફી' વધારવાની માંગ કરી રહી છે. જેથી એટીએમ
બહાર સુરક્ષા માટે ગાર્ડઝ ગોઠવી શકાય.
આ
માટે એસબીઆઇ, પીએનબી, બેન્ક ઓફ બરોડા, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી
બેન્ક અને એકિસસ બેન્કના પ્રતિનિધિઓની સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ
ઇન્ડિયન બેન્કસ એસોસીએશન અને આરબીઆઇની સાથે મળીને ‘ફી' વધારાની રૂપરેખા
ઘડી રહી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો