પ્રેરક પ્રસંગ
આપણે સૌ પણ મહાન બની જ શકીએ
એકવાર એક શિલ્પી રસ્તા પરથી પસાર થતાં હતા. ત્યાં દેવળની બહાર એક પથ્થરની શિલા તેમના જોવામાં આવી. તેમણે અંદર જઈને તપાસ કરી તો કહેવામાં આવ્યું કે, આ બેડોળ પથ્થર કોઈ જ કામનો નથી. જેને જોઈએ તે લઈ જઈ શકે છે.
શિલ્પી એ પથ્થર પોતાના ત્યાં પહોંચતો કર્યો. છીણી અનેહથોડો લઈને તે રાત્રિ-દિવસ તેને કંડારવામાં લાગી ગયા. ઘણા માણસો ત્યાંથી પસાર થતા હતા. તે કહેવા લાગ્યા કે, આ નકામો પથ્થર છે તમારી મહેનત પાણીમાં જશે. તમે આ શું કરી રહ્યા છો ? શિલ્પી એ કહ્યું કે, 'હું આમાંથી નકામો વધારાનો ભાગ કાઢી નાખું છું.'
ધીમે-ધીમે તે પથ્થરમાંથી અદ્ભૂત કલાકૃતિ ઉપસી આવી. ઈસુ અને તેમની માતા મેરીનું આબેહુબ ચિત્ર ઉપસી આવ્યું. શિલ્પ તૈયાર થતાં સૌ મોંમાં આંગળાં નાખી ગયા.
જે આ કૃતિને જોવા આવતાં તેના મુખમાંથી શબ્દો સરી પડતાં કે, અદ્ભુત...! અદ્ભુત...! એન્જેલો અદ્ભુત...!
બેડોળ પથ્થરમાંથી આવી સુંદર શિલ્પકૃતિ શી રીતે ઉપજાવી? ત્યારે શિલ્પી એ કહ્યું કે, 'મેં આંમાંથી કશું કર્યું જ નથી. સુંદર કૃતિ તો અંદર પથ્થરના પેટમાં પડી જ હતી. મેં આજુબાજુમાંથી વધારાનો જે ભાગ હતો તે જ માત્ર ઓછો કર્યો છે. વધારાનો મેદ કાઢી નાંખવાથી સુંદર કૃતિ બહાર પ્રગટ થઈ આવે છે.'
-::બોધ::-
આપણે પણ મહેનત થી આપણા જીવનને એક આદર્શ રૂપ બનાવી શકીએ છીએ આપણી અંદર પણ એક મહાન વ્યક્તિત્વ છુપાયેલું જ છે. આપણે તે ઓળખી ને તેને સુંદર બનાવવાનું છે.આપણે સૌ પણ મહાન બની જ શકીએ જેમ ઇતિહાસમાં કેટલા લોકો મહાન બન્યા તેમ, ફરક માત્ર એટલો જ છે કે આપણે આપણી આજુ બાજુ લાગેલા દુર્ગુણોના થરને દૂર કરવાનો પ્રયત્ન જ નથી કરતા! તો ચાલો દોસ્તો, "સારા, સાચા અને શાસ્ત્રના વિચારોનો સંગ કરો અને તે વિચારો ને જ તમારું ટાંકણું બનાવો અને તમારી અંદર છુપાયેલ મૂર્તિને બહાર લાવો !!
સંકેતકુમાર .વી.રાવત
તા.મોરવા(હડફ) જિ.પંચમહાલ
મેખર પ્રાથમિક

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો